________________
૧૬૧૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૬ ૪. કમળની નાળનાં સુંદર તાંતણુની જેવા સ્વચ્છ ઉજજ્વળ સુંદર આકારને ધારણ કરનાર ચામર પ્રભુની બંને બાજુ વિરાજમાન થઈ રહેલા હોય છે. (રત્નજડિત સેનાના દાંડામાં જડેલા મેટા ચામરે ભગવાનની બન્ને બાજુએ દેવતાઓ અને ઇંદ્રો વીજે છે.)
૫. દેશના દેવા માટે સમવસરણના મધ્યમાં અશેકવૃક્ષની ચાર દિશાએ ચાર મહાન સિંહાસને શોભી રહ્યાં હોય છે. એની આકૃતિ ઘણી સુંદર હોય છે, તેમાં અનેક પ્રકારનાં રોની શોભા ઝળઝળાયમાન થઈ રહેલી હોય છે-આવા સિંહાસન પર બેસી ચાર મુખે પ્રભુ દેશના આપે છે. (આ ચારે સિહાસનો બહુ ઊંચા હોય છે, સેનાના બનાવેલાં હોય છે. ભગવાન પોતે પૂર્વાભિમુખ બેસે છે, ત્રણ બાજુએ તેમનાં રૂપે દે રચે છે એટલે ચતુર્મુખ દેશનાને ગંભીર વનિ નીકળતો જણાય છે.)
૬. ભગવાનની પાછળ પ્રભામંડળ રચવામાં આવે છે તે આકાશને પ્રકાશમાન કરી રહેલા હોય છે, સૂર્યના આકારને ધારણ કરનાર હોય છે અને તેમના શરીરને ઉલ્લાસ કરાવનાર અતિ સુંદર હોય છે. (ભગવાનની કાંતિ ઘણું હોવાને લીધે તેની સામે જોઈ શકાતું નથી, સૂર્યની કાંતિથી વધારે કાંતિ ધારણ કરનાર પણ શાંત અને શરઋતુના સૂર્ય જેવું ભામંડળ-કાંતિપ્રમાનો સમૂહ સૂર્યને આકાર બતાવે છે અને પ્રભુની પછવાડે રહે છે. એથી પ્રભુની સામે નજર થઈ શકે છે.)
૭. આખી દુનિયાને પ્રભુનું આગમન અને પરોપકારીપણું બતાવતે કાનને અતિ સુંદર લાગે તે દિવ્ય દુદુભિને અવાજ દેવતાઓ આકાશમાં રહીને કરે છે, એ અવાજ લેકમાં ઉલ્લાસ ઉત્પન્ન કરે તે અને ઘણું સુંદર હોય છે. (આ દિવ્ય દુદુભિને અવાજ પ્રભુ પધાર્યા છે એમ જણાવનાર હોય છે અને પ્રભુ મોક્ષમાર્ગના સાથેવાત છે એમ સૂચવનાર હોય છે.)
૮. પ્રભુના માથા ઉપર ત્રણ છત્રો બીરાજમાન થાય છે અને તે આખી દુનિયાને બરાબર જણાવે છે કે આ વરિષ્ઠ રાજા છે અને ત્રણે ભુવનના નાયક છે. (શરદઋતુના ચંદ્ર જેવાં ધોળા ત્રણ છત્રો-એક મેકની ઉપર આવી રહેલા, પ્રભુના માથા ઉપર ઊંચે અદ્ધર રહે છે. અને તે પ્રભુનું પરમેશ્વર સૂચન કરે છે.)
આવી રીતે દેવતાઓ અને દાન પ્રાતિહાર્યની રચના કરે છે તેનાથી એ વરિષ્ઠ રાજા વધારે શોભે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org