SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ પ્રકરણ ૯ મું. ઉત્તમસૂરિ. આનંદ નગરના રાજા બની હરિકુમાર મયૂરમંજરી સાથે આનંદ કરતા હતા તેવામાં ઉત્તમસુરિ નામના એક જ્ઞાની ગુરૂ ત્યાં પધાર્યા. રાજા વંદન કરવા ગયો. દેશના સાંભળી ધનશેખરે પિતાને દરિયામાં કેમ ફેંકો અને તેનું શું થયું એવા સવાલ પૂછયા. ઉત્તમસૂરિએ કહ્યું કે એના જવાબદાર સાગર અને મિથુન નામના ધનના બે મિત્રો છે અને તે બન્ને અત્યારે પણ ધનશેખરને રખડાવે છે. એ બંને છુટા કેમ થાય તેને ઉપાય પૂછતાં સૂરિએ શુભ્રચિત્તના રાજા સદાશયની વરેતા રાણીથી થયેલી પ્રારતિના લગ્ન કરવાથી મૈથુન પર વિજય થાય અને તેજ રાજાની બીજી મુક્તતા નામની દીકરીના લગ્નથી સાગરથી છૂટા પડાય એમ જણાવ્યું; પણ વધારામાં કહ્યું કે રાજા કર્મપરિણામ અને મહારાણી કાલપરિણતિ અનુકૂળ થાય ત્યારે એ લગ્ન બની આવે. રાજાની જિજ્ઞાસા વધી, પ્રાણી જાતે સારો હોય છતાં અન્યના દેથી પણ દુષ્ટ થાય એ કેમ બને ? અને અંતરંગ લેકેનું પરિબળ કેવું છે? એની વાત પૂછી એટલે ઉત્તમસૂરિએ ષપુરૂષ કથાનક કહેવા માંડયું તે પંદરમાં પ્રકરણ સુધી ચાલે છે. પૃષ્ઠ. ૧૫૫૧–૧૫૫૭. પ્રકરણ ૧૦ મું. ષપુરૂષ કથાનક. કર્મ પરિણામ રાજા અને કાળપરિસુતિ દેવી પાસે સિદ્ધાન્ત નામનો મહાપુરૂષ છે, તેને અપ્રબુદ્ધ નામે શિષ્ય છે. ગુરૂએ શિષ્યને કહ્યું કે સુખદુઃખનું કારણું રાજ્ય છે, તે રાજ્ય અંતરંગમાં છે અને અનેકરૂપી છે. એ રાજ્યનું વર્ણન કરતાં ગુરૂએ કહ્યું-એને રાજા સંસારીજીવ છે, એ રાજાને કેશ લશ્કર ભૂમિ વિગેરે સર્વ છે. એને પ્રતિનાયક ચારિત્રધર્મ છે, ચિત્તવૃત્તિ એની ભૂમિકા છે, સમ્યગ્ગદર્શન સેનાપતિ છે, સધ મંત્રી છે, યતિધર્મ ગૃહિધર્મ એ પ્રતિનાયકના છોકરા છે, સંતોષ એને તંત્રપાળ છે અને શુભાશય વિગેરે લડવૈયા છે. એ રાજ્યમાં ચોર લુંટારા પણ ઘણું છે: ઘાતી કર્મરૂપ ધાડ પાડનારા છે, ઇંદ્રિય નામના ચેરે છે, કષાય નામના ફાંસી આ છે, પરીષહ નામના ઉપદ્રવ કરનારા છે, ઉપસર્ગ નામના ચોરે છે અને ચિત્તવૃત્તિનું રાજ્ય પચાવી બેઠા છે. એ ચોરેને નાયક મહામેલ છે. આખું નાટક કન્સેપટ રાજા અને કાળ૫૦ દેવી જોયા કરે છે. તેઓને સંસારીજીવની શક્તિની માહિતી છે અને એના ચારિત્રબળો પૂરો ખ્યાલ છે. મહામહ રાજા પોતાનું પૂર સામ્રાજ્ય ચલાવે છે અને સંસારીજીવને એનું રાજય પણ ભૂલાવી દે છે. વળી કોઈ વાર તેને રાજ્ય યાદ આવે ત્યારે મહામહ સાથે લડાઇ થાય છે અને હારજીત થાય છે. રાજ્ય સુખ અને દુઃખ બન્નેનું કારણ થાય છે. સંસારીજીવને પોતાની અઢળક મિકતનું ભાન નથી અને તેથી તે જોર વાપરી શકતો નથી. કર્મપરિણામને એવા અનંત પુત્ર છે અને તેથી રાજ્ય બહુરૂપી વર્તે છે. જૂદા જૂદા પુત્રે કેવી રીતે રાજ્ય કરે છે તે માટે છ પુત્રની વાત બતાવું. એમને દરેકને એક એક વર્ષ રાજ્ય આપ્યું તે તેમણે કેવી રીતે ભેગયું તેનું વર્ણન હવે કરું છું. એથી સજ્યની અનેકરૂપતા પણ જણાઈ આવશે. | પૃષ્ઠ. ૧૫૫–૧૫૬૭. પ્રકરણ ૧૧ મું. (૧) નિકૃષ્ટ રાજ્ય: પ્રથમ એક વર્ષ રાજ્ય નિકૃષ્ટને આપવામાં આવ્યું. મહામહે પોતાની રાજસભામાં વિચાર કર્યો. મંત્રી વિષયાભિલાશે કહ્યું કે ચિંતા કરવા જેવું કાંઈ નથી, કારણ કે રાજા પોતાને વશ છે. એ મહાપાપી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy