SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૬] તૃતીય વિભાગ-કથાસાર. ૧૭ આવી અને તેમ કરીને હરિકુમારમાં મંજરી માટે પ્રેમ ઉત્પન્ન કરી આવી. આટલી વાત બંધુલાએ ધનશેખરને કરી. પુરાવામાં મંજરીએ ચિત્રલ વિદ્યાધર મિથુન અને વિરહી રાજહંસિકાના બે ભાવવાહી ચિત્રો બતાવ્યાં અને તેની નીચેના શ્લોકો વંચાવ્યા. એ ચિત્રો લઈ તાપસી અને ધનશેખર બગિચામાં ગયા. ચિત્રપટ જોયા પછી હરિકમારને ખાતરી થઈ. કુમાર મંદિરે ગયે. નીલકંઠ રાજાએ મેટા ઉત્સવથી દીકરી મંજરીના લગ્ન હરિકુમાર સાથે કર્યા. પૃષ્ઠ. ૧૫૧૭-૧૫ર૭. પ્રકરણ ૬ ઠું. મૈથુન યૌવન મંત્રી ધનશેખરને સાગર સાથે મૈત્રી તો હતી જ અને તેની અસરથી તેને લાગતું હતું કે હરિકુમારની મૈત્રીથી તેને ધન મેળવવામાં અંતરાય થતો હતો. હવે તે રન દ્વીપનાં સર્વ રતો મેળવવાની તેને ઈચ્છા થઈ. તે વખતે વળી કાળપરિણતિ દેવીએ યૌવન અને મૈથુનને મોકલ્યા. તેઓ બન્ને ધનશેખરના મિત્રો થયા. યૌવનને દેહમાં સ્થાન આપ્યું અને મૈથુનને સ્વાંત (મન)માં સ્થાન આપ્યું. એ બન્નેની અસર તો ધન ઉપર થવા લાગી પણ સાગર લેભને પ્રેરતો એટલે તુછ અધમ સ્ત્રીઓમાં ધને ગમન કરવા માંડયું, મર્યાદા મૂકી અને પરિણામે એવી સ્ત્રીઓના સગાસંબંધી સાથે એને ઘણી મુશીબત થઈ. છતાં મિથુન અને યૌવન પર એનો સ્નેહ વધતો ગયો. પૃષ્ઠ. ૧૫૨૭-૧૫૩૪. પ્રકરણ ૭ મું. ભરદરિયેથી રાજ્યસિહાસને ધનશેખર વિલાસ અને લોભમાં રક્ત રહ્યો. હરિકમારની ખ્યાતિ વધતી ચાલી. મામા સસરાને એના ઉપર શ્રેષ થયો. રાજ્ય ઉચાપત કરી લેશે એ ખોટે ખ્યાલ થયે. સુબુદ્ધિ મંત્રીને હરિને ઘાટ ઘડવાની રાજાએ વાત કરી, હરિની મહાનુભાવતાના અનુભવી દમનક નામના નોકરને મોકલી કુમારને સમાચાર કહેવરાવી દેશ છેડી જવાની સલાહ આપી. વીરકુમારને બીક ન લાગી પણ વૃદ્ધ મંત્રીની સલાહ સ્વીકારી. મિત્ર ધનશેખરને સાથે આવવા કહ્યું. લેભી ધનશેખરને સ્વાર્થને નાશ લાગે પણ અંતે હા કહી. ગુપ્ત તૈયારી કરી રોથી વહાણ ભરી બન્ને ચાલી નીકળ્યા. મયૂરમંજરીને સાથે લીધી. ધનશેખર હરિ સાથે વહાણમાં બેઠે. સાગર અને મૈથુનની પ્રેરણાથી ભરદરિયે ધનશેખરની દાનત બગડી. એનાં રતો અને સુંદરીને હાથ કરવા એણે હરિકુમારને દરિયામાં ઘશ્કેલી દીધે. હરિનું પુણ્ય જાગતું હતું સમુદ્રદેવ જાતે આવી એને વહાણમાં સ્થાપન કરી ગયા. આવા અતિ અધમ કૃત્યથી ધનને પુણ્યદય મિત્ર નાસી ગયે. સમુદ્રદેવે એને આકાશમાં ઉછા પણ સૌજન્યશીલ હરિએ એને બચાવવા વિનતિ કરી, પણ દેવે એને ફેક. હરિકુમાર આનંદનગરે પહોંચ્યો અને મૃત પિતાના રાજ્યસિંહાસને બેઠે. હરિકુમારે ધનશેખરનાં રતે એના પિતાને સોંપ્યાં. પૃષ્ઠ. ૧૫૩૫-૧૫૪૪. પ્રકરણ ૮ મું. ધનશેખરની નિષ્ફળતાઃ ધનશેખર ડૂબી ન ગયો. સાત રાત દિવસ દરિયામાં હેરાન થઈ કાંઠે આવ્યું. પુ ય નાસી ગયો હતો એટલે જે જે પ્રવૃત્તિ કરે એમાં એને નિષ્ફળતા મળવા લાગી. એણે ખેતી, નોકરી, વ્યાપારાદિ અનેક કામે કર્યો પણ કાંઈ ફાવ્યો નહિ અને લજ્જાથી એ બાપને ઘેર ગયે નહિ. સાગર મિત્રની પ્રેરણાથી નવા નવા ધંધા કરે પણ એમાં એનું કાંઈ વળ્યું નહિ. અની ભારે રખડપટ્ટી થઈ. પૃષ્ઠ. ૧૫૪૫–૧૫૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy