________________
પ્રકરણ ૧૫ મું.
૬. વરિષ્ટ રાજ્ય.
હવે ત્યાર પછી એ કર્મપરિણામરાજએ છે. વર્ષ પિ- તાના છઠ્ઠા પુત્ર વરિષ્ટને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. . એના સંબંધી જે હકીકત બની તે જણાવતાં વિતકે
છે અપ્રબુદ્ધ શિષ્યને કહે છે કે અગાઉના રાજ્યમાં બન્યું
પર હતું તે પ્રમાણે આખા રાજ્યમાં પહો વગડાવીને વરિષ્ઠકુમારનું રાજ્ય જાહેર કરવામાં આવ્યું.
મોહને દીલગીરિ, ચારિત્રરાજને આનંદ, તુરત જ મહામહની મંડળી એકઠી થઇ, તેમ જ ચારિત્રરાજનો પરિવાર પણ એકઠો થયો. બંને મંડળમાં આ રાજા કે નીવડશે તે સંબંધી ચર્ચા ચાલી. અગાઉ માફક બન્ને મંત્રીઓએ આ રાજાનાં આ ચરણે જણાવ્યાં અને અંદર અંદર વાત ચાલી. મહામહના લરકરે તે આ નવા રાજાની હકીકત સાંભળી એટલે એ તદ્દન આનંદ વગરના થઈ ગયા, અભિમાન વગરના થઇ ગયા અને જાણે મરી ગયા હોય તેવા થઈ ગયા. ચારિત્રરાજનું આખું લકર ઘણું હર્વમાં આવી ગયું, અને આખું સાધુમંડળ ઘણું જ રાજી થઈ ગયું અને તેમણે પિતાના આખા દેશમાં ઠેકાણે ઠેકાણે ખૂબ વધામણીઓ ફેલાવી દીધી. રાજ્યસાધનમાં જે બનાવ ઉત્તમરાજાને અગાઉના પ્રકરણમાં થયેલ જણાવ્યા હતા તે સર્વ બન્યા. અત્ર તેનું પુનરાવર્તન કરવાની જરૂર રહેતી નથી. એના સંબંધમાં જે ખાસ અધિક હકીકત બની તેજ અત્ર કહેવામાં આવે છે.
રાજા પોતે જ સ્વયંજ્ઞાની, સિદ્ધાન સ્થાપના. રાજ્યપર દોર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org