________________
૧૬૧૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ પરંતુ હકીકત એમ બની કે એ ઉત્તમકુમાર તે દેવી દષ્ટિને જરા પણ વશ થયે નહિ અને ઉલટી તેણે એ જોગણી મહામાયાને જીતી લીધી, એટલું જ નહિ પણ છેવટે એ મહામહ વિગેરે આખા શત્રુમંડળને જીતી લીધું.
ત્યાર પછી એ ઉત્તમરાજાએ ધીમે ધીમે આખા શત્રુવર્ગને વિ. નાશ કરી દીધો અને કઈ પણ પ્રકારની અગવડ કે વાંધા વગર અત્યંત સમૃદ્ધ અને દિવસાનદિવસ વધતા જતા પ્રતાપવાળું સુંદર રાજ્ય પ્રાપ્ત કરીને તેણે પિતાના લશ્કરને સારી રીતે પાળવા માંડ્યું, આખી પ્રજાને આનંદ કરાવવા માંડ્યો અને એવી રીતે નિવૃતિનો રસ્તો તેણે છેલ્યો નહિ, તે આડોઅવળે ગયો નહિ, તેથી લેકેમાં તેની પ્રસિદ્ધિ પણ ઘણી થઈ. લેકે તે ખુલ્લી રીતે વારંવાર કહેવા લાગ્યા કે-ખરેખર, આ ઉત્તમકુમાર ધન્ય છે, મહા ભાગ્યશાળી છે, ફરજ બજાવનાર છે, મહાત્મા છે, મહા ઉત્તમ પુણ્યવાનું પ્રાણી છે, એણે રાજ્યને આવી રીતે બહુ સારું પાળ્યું, એ ખરેખર રાજા થયો, એ નસીબદાર છે, કૃતકૃત્ય છે, પ્રભાવશાળી છે!” - ત્યાર પછી તે દેવતાઓ દાનવો મનુષ્ય ઇદ્રો અને ચક્રવર્તિઓ તેની અનેક પ્રકારે સ્તુતિ કરવા લાગ્યા અને નિષ્કટક મુક્તિમાર્ગ પ્રયાણ કરતાં એ બહુ સુંદર માન પૂજન પામે. ત્યાર પછી એણે અનેક સુખોથી ભરપૂર અને ત્રણે ભુવનમાં પ્રસિદ્ધિ પામેલ મનહર અંતરંગ રાજ્ય પાળવા માંડ્યું, રાજ્ય કરવા માંડ્યું અને પોતાની યાદશક્તિ ઘણી જબરી હોવાથી જે માર્ગ સિદ્ધાન્ત ગુરૂમહારાજે બતાવ્યો હતો તે રસ્તે તે આગળ વધતો ચાલ્યો અને નિવૃતિને નજીક નજીક કરો માર્ગ કાપવા લાગ્યું. તેમ કરવામાં તેણે ઑદાસીન્ય માર્ગ બરાબર પકડી લીધે, વૈરાગ્ય અને અભ્યાસની સહાય લીધી અને ત્યાર પછી ઉપર જણાવેલ સરવર રસ્તાઓ કેડીઓ અને નદીઓ ઓળંગતે પ્રગતિ કરતા આગળ વધતો ચાલ્યો. આ પ્રકરણમાં જણાવેલી સર્વ ચેષ્ટાઓ તેણે યોગ્ય પ્રકારે કરી અને આત્મવિકાસ સારી રીતે કર્યો. આ ખરે સર્વદા આનંદ ઉત્સવથી ભરપૂર નિતિનગરીએ તે ઉત્તમરાજા પહોંચી ગયો અને ત્યાં જઈને અંતરંગ રાજ્યનું સુંદર ફળ મેળવવા અને ભેગવવા ભાગ્યશાળી થયો. વળી દેવ! મારા સાંભળવામાં આવ્યું છે કે એ નિતિનગરી
એવી તે સુંદર અને આકર્ષક છે કે ત્યાં મરણ નથી, નિતિનગરી. ઘડપણ નથી, પીડા નથી, શક નથી, ઉદ્વેગ નથી,
ભય નથી, ક્ષુધા નથી, તૃષા નથી અને કેઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org