________________
પ્રકરણ ૧૪]
૫. ઉત્તમરાજ્ય.
૧૬૦૯
નાશ થયેલ હોવાથી તું તે વખતે તદ્દન નિર્ભય થયેલ હઈશ, અને ત્યાં તું હે ભાગ્યશાળી! હમેશા આનંદની લહેરોમાં મગ્ન રહીશ. તારી સાથે અંતરંગ રાજ્યના રાજાઓ છે તેઓને પણ ઘણી સંપત્તિઓ મળશે અને તેમાં લય પામીને તેઓ તારી સાથે આનંદ કરશે, મજા ઉડાવશે. વળી તને એક બીજી વાત કહું તે પણ બરાબર લક્ષ્યમાં રાખજે. આ રા
જ્યમાં નું પ્રવેશ કરે ત્યારથી જ તારા શત્રુનો વિનાશ કરનાર બળવાનું સેનાની વૈરાગ્યને મોખરે રાખી તારે પ્રયાણ કરવું અને અભ્યાસ નામના રસ્તાના નિપુણ ભેમીઓને સાથે રાખીને તે બતાવે તે માર્ગે જ આગળ ચાલવું. આ વૈરાગ્ય અને અભ્યાસની સહાયથી તારે રાજ્યમાં પ્રવેશ થશે ત્યારથી જ પગલે પગલે તારી સંપત્તિમાં વધારો થતો જશે. હવે તને વધારે શું કહેવું! ટુંકામાં કહું તો તારે આ માર્ગ જરા પણ છોડે નહિ, તારા અંતરંગ શત્રુઓને બરાબર હણી નાખવા, બહારની જે કાંઈ સંપત્તિ કે આકર્ષણે દેખાય તેની સાથે જ પણ સંબંધ કરે નહિ, ચારિત્રધર્મવિગેરે તારા ખરા હિતેચ્છુઓ છે તેમનું બરાબર પરિપાલન કરવું, મારાં વચનનું તારે વારંવાર
સ્મરણ કર્યા કરવું, હે વત્સ! એ પ્રમાણે તું કરીશ તે બધાં સારાવાનાં થશે, ભાઈ! હવે તું જા, તારી સિદ્ધિ થશે, તને લાભ થશે! તું સારી રીતે નિર્મળ રાજ્ય કર! તને રાજ્યનું ફળ બરાબર મળશે તે અમારી મહેનત પણ બરાબર સફળ થશે.” ઉત્તમ કુમારે જવાબમાં કહ્યું “જેવી પ્રભુની આજ્ઞા !”
ઉત્તમકુમાર વર્તના
દૃષ્ટિ દેવીપર જીત,
| નિવૃતિનગરે પ્રયાણ મહાત્મા સિદ્ધાન્તગુરૂએ ઉપર પ્રમાણે ઉપદેશ આપીને માર્ગ બતાવ્યો તે પ્રમાણે સર્વ ઘટના બુદ્ધિશાળી ઉત્તમ રાજાએ કરી, ઉપર જે રસ્તો બતાવ્યો હતો તે જ માર્ગે ઉત્તમરાજ અંતરંગ રાજ્યમાં દાખલ થયે અને બાકીનાં પિતાનાં સર્વ કર્તવ્યો પણ તેણે તે જ પ્રમાણે કર્યા. - હવે મહામહ વિગેરે શત્રુઓએ પિતાની શક્તિ બતાવવા માટે પેલી મહાયોગિની દૃષ્ટિદેવીની અગાઉ પ્રમાણે પેજના કરી અને તેને ખાસ ભલામણ કરી કે ગમે તેમ કરીને પેલા ઉત્તમરાજને વશ કરવો;
૧ ઉત્તમકુમાર રાજાએ સિદ્ધાતગુરૂને રાજ્ય સંબંધી હકીકત પૂછવા માંડી હતી તેને સિદ્ધાન્ત ગુરૂએ આ પ્રમાણે ઉત્તર આપ્યો. જુઓ પૃ. ૧૫૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org