________________
૧૬૦૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ શૈલેશીમાર્ગ. “ ત્યાર પછી શેલેશી નામનો રસ્તો આવશે, તે
રસ્તે તારે ચાલવું. એ રસ્તે ચાલતાં ચાલતાં નિતિનગરી. “નિતિનગરી આવશે. એ નગરીનું નામ નિવૃતિ
કહેવાય છે, કારણ કે એ સર્વદા સ્થિર છે અને ત્યાં “કઈ પણ પ્રકારની બાધા પીડા વગર રહી શકાય છે. ઉપરના સર્વે બના કહ્યા તે જે ઉદાસીન નામને રાજ્યમાર્ગ ન મૂકે, એ રસ્તો છોડીને આડે“ અવળે ન ચાલે તે તારા સંબંધમાં અનુક્રમે સર્વ
બની આવશે. વળી એ રસ્તે ચાલતાં તારે સમતા
“ નામની યોગનલિકાને બરાબર ગ્રહણ કરવી. એ સમતા - “યેગનલિકામાં તારી નજર નાખવી. તું એવી રીતે ગ ન લિ કા. સમતામાં તારી નજર નાખીશ અને એ નળી વાટે
“નજર કરીશ ત્યારે તું દૂરના પદાર્થો બરાબર સ્થિ“તિએ જોઈ શકીશ, પછી તું તારી જાતે જ બધી વસ્તુઓ સત્ય સ્વરૂપે જોઈ શકીશ અને દરેક પ્રસંગે ઘટતું કરી શકીશ, તારા હાથમાં એ નળી આવવાની છે તેથી હવે તને વધારે ઉપદેશ આપવાની “જરૂર નથી, તું પિતે જ સર્વ બાબતનો નિર્ણય Kકરી શકીશ. નિવૃતિ નગરીને આનંદ પ્રયાણુ માર્ગમાં વિભૂતિએ.
સાવધાન રહેવા ભલામણ “ભાઈ ! એ નિવૃતિનગરીમાં તે સર્વદા ઓચ્છવ મહોત્સવ ચાલ્યા જ કરે છે, જ્યારે તું ત્યાં પહોંચીશ ત્યારે અંતરંગ રાજ્યનું ખરૂં ફળ તને પ્રાપ્ત થશે અને ખરેખરે રાજ્યપ્રાપ્તિનો લાભ મળશે. તને તે વખતે કઈ પણ પ્રકારની બાધા પીડા રહેશે નહિ, તારા આખા શત્રુસમૂહનો
૧ યોગનો રોધ થતાં આત્મા પર્વતની જેમ સ્થિર થાય છે, તેની અસ્તવ્યસ્ત સ્થિતિ તદ્દન મટી જાય છે. આ સ્થિતિને શૈલેશી કરણ કહેવામાં આવે છે. શૈલેશી કરણ ચૌદમાં ગુણસ્થાનકે હોય છે ચૌદમાં ગુણસ્થાનકને કાળ પાંચ હસ્તાક્ષર
૨૩ ૪ બેલીએ તેટલો જ છે. આ સ્થિતિ બહુ શેડ વખત-નામનો જ વખત ચાલે છે, તુરત જ સર્વ કર્મથી મુક્તિ થાય છે.
૨ “નલિકાને અર્થ હું મુંગળી ધારું છું. દુરબીનના અર્થમાં આ શબ્દ વપરાયે લાગે છે. દુરબીનથી દૂરની વસ્તુ મોટી અને સ્પષ્ટ દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org