SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪] ૫. ઉત્તમરાજ્ય. ૧૬૦૫ અવ્યવસાય સ રે વ ૨. “ચારિત્રધર્મરાજના લશ્કરને અત્યંત વહાલે છે, એ રસ્તે ચાલુ પ્રયાણ કરીને તારે નિવૃતિનગરીએ ચાલ્યા જવું. હવે તે રસ્તે ચાલતાં પ્રથમ અધ્યવસાય નામનું સરેવર આવે છે. એ સરોવરમાં “એવી વિચિત્રતા છે કે જ્યારે કચરાથી એ ખરડાયેલું હોય છે ત્યારે સ્વાભાવિક રીતે તે મહામહ રાજાના લશ્કરનું પોષણ કરે છે અને ચારિત્રરાજના લશ્કરને પીડા કરે છે, પરંતુ જ્યારે પ્રસન્નતાપૂર્વક “એ સ્વસ્થ (સ્વભાવમાં રહેનાર-મેલકચરા વગરનું) હોય છે ત્યારે તેને તેવો સ્વભાવ હોવાથી એ ચારિત્રરાજના આખા લશ્કરને પુષ્ટ કરે છે, આગળ પાડી આપે છે અને મહામહરાજના લશ્કરને “ નિર્બળ કરે છે, દાબી દે છે. એ સરોવરના આવા “સ્વભાવને લીધે મહામહરાજાનું આખું લશ્કર તેને પિતાના હિત સારૂ બને તેટલે ડોળી મલિના કરે છે અને ચારિત્રરાજનું લકર પોતાના લાભ“ખાતર તેને નિર્મળ કરે છે. તેને એક ખાસ ઉપાય એ મહાન સરવર સાફ કરવા માટે બતાવું. એ “સરેવર સાફ કરવા સારૂ તારે ચાર મહાદેવી“ઓની નિમણુક કરવી અને તે કામ તેમને સોંપી દેવું, “ કારણ કે મેલ સાફ કરવાના કામમાં અને સરોવરને “ તદ્દન નિર્મળ કરવાના કામમાં એ ચારે જોગણીઓ “ઘણી કાબેલ છે. આવી રીતે પ્રથમ આ મહાન “ અધ્યવસાય સરોવર સાફ થઈ જાય, ચારિત્રધર્મરાજનું લશ્કર વધારે બળવાનું થાય અને પરિ સાફ કરનાર ચાર ગિની. ૧ અધ્યવસાયઃ આત્માના વિચારો. અધ્યવસાયને મનની જરૂર પડતી નથી. શુદ્ધ અને મલીન બન્ને પ્રકારના અધ્યવસાય થાય છે અને આ વખત ચાલ્યા કરે છે. ચિત્તવૃત્તિ અટવીમાં અધ્યવસાય કંડ બરાબર ગ્ય સ્થાને છે. ૨ જ્યારે મોટાં સરોવરો ગંદાં થઈ ગયાં હોય ત્યારે તેના પર દેખરેખ રાખવા માટે જોગણીઓ નીમવામાં આવે છે, જેઓ અંદરને કચરો કાઢી નાખે છે અને નો કચરો અંદર ન પડે તેની વ્યવસ્થા રાખે છે. ૩ આ ચારે દેવીઓનાં નામો ઉપર આવી ગયા છે: તે મૈત્રી, મુદિતા (પ્રમેદ), કરૂણા (દયા) અને ઉપેક્ષા (માધ્યચ્ચ ) ભાવનાઓ છે. એ ચારે ભાવના અધ્યવસાયની નિર્મળતા કરે છે. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy