SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪] ૫. ઉત્તમરાજ્ય. ૧૫૮૭ આપ સર્વ પ્રકારના ઉપાયો જાણે છે, આપ સર્વ વિધિ અને પ્રકારો સમજે છો-તે મારું રાજ્ય નિષ્કટક થાય અને મને અન્ય તરફથી ત્રાસ ન થાય એને રસ્તો બતાવો.” ઉત્તમરાજે આ શરૂઆતમાં જ સવાલ કર્યો એટલે તેને ઉત્તર આપતાં સિદ્ધાન્તસૂરિ બોલ્યા “વત્સ! તું રાજ્યને ખરેખર લાયક છે એમાં જરા પણ શંકા નથી; કારણ કે મેક્ષ મેળવવાની તને પ્રબળ ઈચ્છા થઈ છે અને તે ઈચછા પાર પાડવા સારૂ તું ધર્મ સાધવા ઉજમાળ થયેલ છે; વળી તું સંસારથી ઘણે દૂર રહેતો જાય છે અને ધનસંગ્રહ કમાણું રક્ષણ કે વ્યયની બાબતમાં તેમજ ઇન્દ્રિયના વિષયભેગમાં ( અર્થ કામમાં) તે પ્રવૃત્ત થતું નથી અને તે બન્નેથી ઉલટ સામે ચાલે છે. આ સર્વે યોગ્ય પ્રાણીનાં લક્ષણ છે. વળી મોક્ષમાં જવાને માટે જે પ્રાણીઓ યોગ્ય પ્રવૃત્તિ કરતા હોય છે તેઓની જે વિશાળ આબરૂ હોય છે, અને એ રસ્તે ચાલનારને પ્રસંગોપાત્ત જે મહાન સુખ મળી આવે છે તેમાં તે લપટાતા નથી, ફસાતા નથી, દબાઈ જતા નથી, જેથી તે તેમને બંધનભૂત થતાં નથી–એ પ્રમાણે પણ તને થતું જોવામાં આવે છે. વળી આ સંસારને આખો પ્રપંચ તને દીવા જેવો ચેઓ જણાઈ આવેલ છે, તું તેનું રહસ્ય, તેની ધટતા અને તેનું વિષમપણું પણ સમજે છે તેથી પિતાએ જે રાજ્ય તને આપ્યું છે તે રાજ્યને તે બરાબર જાણી લીધું છે. રાજ્યના જ્ઞાનવાળામાં જે લક્ષણો હોય તે તારામાં બરાબર દેખાય છે તેથી એ રાજ્યને માટે તારી ગ્યતા છે એમ મારે નિર્ણય થયું છે. અહે નત્તમ! હવે એ રાજ્યમાં દાખલ થવાના ઉપાયે શા છે કે હું તને વિગતવાર કહું છું તે બરાબર લક્ષ્ય રાખીને સાંભળઃરાજ્યપ્રવેશ ઉપાય. "तत्र भोः प्रविशतान्तरङ्गराज्ये नरपतिना प्रथममेव प्रष्टव्या गुरवः, सम्य"गनुष्ठेयस्तदुपदेशः, विधेयाहिताग्निनेवाग्नेस्तदुपचर्या, कर्तव्यं धर्मशास्त्रपारगमनं, “विमर्शनीयस्तात्पर्येण तद्भावार्थः, जनयितव्यस्तेन चेतसोऽवष्टम्भः, अनुशीलनीया "धर्मशास्ने यथोक्ताः क्रियाः, पर्युपासनीयाः सन्तः, परिवर्जनीयाः सततमसन्तः, " रक्षणीयाः स्वरूपोपमयाः सर्वजन्तवः, भाषितव्यं सत्यं सर्वभूतहितमपरुषमन“तिकाले परीक्ष्य वचनं, न ग्राह्यमणीयोऽपि परधनमदत्तं, विधेयं सर्वासामस्मरण"मसंकल्पनमप्रार्थनमनिरीक्षणमनभिभाषणं च स्त्रीणां, कर्तव्यो बहिरङ्गान्तरङ्गसङ्ग ૧ પુણ્યના ફળ તરીકે ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy