________________
૧૫૯૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૬ અભિનંદન આપ્યું, સર્વ રાજાઓ આનંદ રસમાં લીન થઈ ગયા અને ગાવા લાગ્યા કે
इदमुत्तमराज्यमहो प्रबलं, दलिताखिलतस्करवृन्दबलम्। अचिरेण भविष्यति तत्सदृशं,
प्रमदाय च साधुजनस्य भृशम् ॥ “અહોઆ ઉત્તમરાજના પ્રબળ રાજ્યમાં એરોના આખા ટેળાને દાબી નાંખવામાં આવશે, થોડા વખતમાં તે ઉત્તમ પ્રકારનું “થઈ જશે અને ખાસ કરીને સાધુ પુરૂષોને તે ઘણે આનંદ આપનાર
થશે.
મહામહના રાજ્યમાં ઉત્તમ રાજાના રાજ્ય સંબંધી સમાચાર ફેલાયા અને મંત્રીએ તેની હકીક્ત સ્પષ્ટ કરી એટલે સર્વે રાજાઓ અને આખું મહારાજાનું લશ્કર તે તદ્દન હતાશ થઈ ગયું. તેઓ મુખેથી બાલવા લાગ્યા કે “અરે ! આ તે ઠાર મુઆ ! !” દેખાવમાં પણ જાણે તેઓ મરી ગયા હોય તેવા અધમુઆસરખા થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે હવે ક્યાં જવું? ક્યાં નાસવું? અરે આ જીવિતને બચાવ કેમ કરે? કેવી રીતે કરવો ? આવા વિચારમાં આકુળવ્યાકુળ થઈને અનેક વિકલ્પ કરવા લાગ્યા, ઘણું મુંઝાવા લાગ્યા, બહુ દુઃખી થવા લાગ્યા.
નિષ્કટક રાજ્ય માર્ગ, પિતા કર્મપરિણામ પાસેથી રાજ્ય પ્રાપ્ત કરીને ઉત્તમરાજાએ પ્રથમજ સિધાન્ત ગુરૂમહારાજ પાસે હાજરી આપી અને રાજ્યની ખરેખરી ગુપ્ત હકીકત શી છે અને તેની આંતર સ્થિતિ ક્યા પ્રકારની છે તે સંબંધી વિગતવાર સવાલ પૂછયા તે આ પ્રમાણે – “મહારાજ! આવા પ્રવેશ કરવામાં મુશ્કેલ રાજ્યમાં મારે દાખલ કેવી રીતે થવું? આવા
મહા આકરા પ્રચંડ એરેને મારે કેવી રીતે મારી અર્થ સૂચક નાખવા? કઈ નીતિએ રાજ્ય કરવાથી આ પ્રશ્નાવલિ. રાજ્ય મારે બરાબર વશ થાય? મારામાં જે શક્તિ
છે તેને મારે કયે સ્થાને ઉપગ કરવો? મહાત્મા ! ૧ સુરશ પાઠાંતર છે, તેમાં પ્રકમભંગ થાય છે અને એક અક્ષર છંદમાં ગુટે છે. આ ત્રાટક છે.
૨ મહારાજ્ય સંબંધી તાવિક ખુલાસો સિદ્ધાન્ત (આગળ ) આપી શકે છે, તેને અત્ર રૂપક આપ્યું છે. સિદ્ધાન્તનો આખે જવાબ હૃદયમાં કેતરી રાખવા જે છે, આખા ગ્રંથના રહસ્ય જેવો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org