SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ મું. ૫. ઉત્તમરાજ્ય. IIIછે. વિ તર્ક વિશેષ હકીક્ત જણાવતાં અપ્રબુદ્ધ શિષ્યને કહે છે ઉપરના ત્રણ પ્રકરણમાં જણાવ્યું તેવું નિકૃષ્ટ, આ અધમ, વિમધ્યમ અને મધ્યમનું ચરિત્ર જોઈને અને તેઓની રાજ્યકાર્યને અંગે જુદી જુદી પરિસ્થિતિનું અવલોકન કરીને ત્યાર પછી હવે પાંચમે ઉત્તમ રાજા એ સંબંધમાં શું કરશે, કેવી રીતે રાજ્ય પાળશે, તેના રાજ્યમાં કેવા કેવા બન બનશે અને તેનું વર્તન કેવું રહેશે તે જાણવા માટે હું ઘણો ઉત્સુક થયે, મારા મનમાં એ બાબતનું કૌતુક શરૂઆતથી જ બહુ થયું. આ પાંચમા રાજાના રાજ્યમાં વળી કાંઈક નવી ધામધુમો થશે તેથી જરૂર કાંઈ જોવા જેવું મળશે એમ ધારી હું ઘણું કુતૂહળમાં પડી ગયો. ૫, ઉત્તમરાજ્ય, અન્યદા આખા રાજ્યમાં-તમામ ગામમાં અને શહેરમાં અગાઉ માફક ઘોષણા થઈ કે-આ વરસે ઉત્તમ રાજા સર્વ ઉપર રાજ્ય કરશે. આવા પ્રકારની ઘોષણું સાંભળીને સુંદર અને અસુંદર બન્ને અંતરંગ રાજાઓના આખા પરિવારમાં વિચારણું ચાલી કે આ નવો રાજા કેવો નીવડશે. ચારિત્રરાજના સૈન્યમાં અને મહરાજાના સૈન્યમાં વળી એક નવો અનુમાન અને વિચારણને ખડખડાટ ચાલ્યો અને આ નવીન રાજા તેઓ પ્રત્યેકના સંબંધમાં કે નીવડશે તે સંબંધી મંત્ર થવા માંડ્યો. સાધકથિત ઉત્તમ ગુણે, હવે સબંધ મંત્રીએ આખા સૈન્યની શાંતિ જાળવી રાખવા સારૂ ચારિત્રધર્મરાજ સમક્ષ આ ઉત્તમરાજના ગુણેનું વિસ્તારથી વર્ણન કરી બતાવ્યું તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy