SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩] ૩. ૪. વિમધ્યમ-મધ્યમરાજ્ય. ૧૫૮૮ રાની રાજ્યપાલનપદ્ધતિ અને ચેષ્ટા જોઈને જરા રાજી થશે. અપ્રબુદ્ધજી! મેં તે વખતે એમ સાંભળ્યું હતું કે એ પિતા ત્યાર પછી એને કેઈ વખત સુખ આપે તેવા સંયોગવાળા પશુસંસ્થાન (તિર્યંચગતિ)માં મૂકતો હતે, કઈવાર સુખથી ભરપૂર માનવાવાસ (મનુજ ગતિ)માં મૂકતો હતો, અને કઈ વખત સુખથી ભરપૂર વિબુધાલય નગર (દેવગતિ)માં પણ મૂકતો હતો. ણાવ્યું હશે કે સિદધિ ૧ વિમધ્યમના રાજ્યની જે હકીકત અહીં કહી બતાવી છે તે ઉપરથી જ તો છે સિદ્ધાર્ષિગણિની વ્યાખ્યા પ્રમાણે એ ત્રીજા વિભાગના પ્રાણીઓ મુખ્યત્વે તે આ સંસારમાં (ભવમાં) આસક્ત હોય છે, પણ પરભવની અપેક્ષા રાખે છે, એ ધન અને કામના અથી હોય છે, પરંતુ ધર્મની પણ સન્મુખ રહે છે. દુનિયાના વહેવારૂ પ્રમાણિક માણસો એ આ વિભાગને આદર્શ છે. તરવાર્થ ભાષ્યમાં કહે છે કે વિમધ્યમહૂમયાન 1 વિમધ્યમ પ્રાણુ આ ભવ અને પરભવ એમ બન્ને પ્રકારનાં ફળની અપેક્ષા રાખે છે. ક્ષેમકરગણિ - પુરૂષચરિત્રમાં આ વર્ગને પ્રાણીઓનું વર્ણન કરતાં વિસ્તારથી તેનાં લક્ષણ બતાવે છે. તેઓ કહે છે કે-વિમધ્યમ પુરૂષો ધર્મ, અર્થ અને કામ પુરૂષાર્થને એક બીજા સાથે વિરોધ ન આવે તેવી રીતે એકસરખી રીતે સેવે છે, મોક્ષ પુરૂષાઈને તો ગજનિમીલિકા ( અહંકારથી ચાલતા હાથીની ઉપેક્ષા) માફક તજી દે છે, પણ તેની નિંદા કરતા નથી અને કેને કહે છે કે ધર્મ કરશું તે ભવાંતરમાં પુત્રપરિવાર મળશે, રાજગાદી મળશે–આવી અપેક્ષાથી દાન શીલ તપ તરફ પ્રવૃત્ત થાય છે, કાંઇક પરોપકાર પણ કરે છે અને તીર્થસેવા કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણીઆ, કણબી, રાજા વિગેરે આ લોક અને પરલોકને નાશાત્મક માનનારા અને કુશાસ્ત્રને માનનારા, મોક્ષની અભિલાષાવાળા ન હોવાથી જ્ઞાન દયાન તપમાં કષ્ટ માનનારા મિથ્યાષ્ઠિ પુરૂષ પરમાથે દષ્ટિવાળા ન હોવાથી આ વિમયમના વર્ગમાં આવે છે. વળી ભવિષ્યમાં ચક્રવતીની કે દેવેંદ્રની ઋદ્ધિ મેળવવાની ઇરછાથી તપસ્યા આદિમાં પ્રવૃત્તિ કરનારા સમકિતી જીવન પણ આ વર્ગમાં સમાવેશ થાય છે. આ વર્ગના પુરૂ ધર્મની અપેક્ષા રાખે છે, પરલોક વિરૂદ્ધ જાય તેવું કર્મ કરતા નથી, સ્વર્ગ નરકને માને છે અને પાપથી ડરે છે. તેઓ કહે છે કે ધર્મથી સારા કુળમાં જન્મ થાય છે, સુંદર સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. લાંબુ આયુષ્ય મળે છે, શરીરમાં બળ આવે છે, નિર્મળ યશ ફેલાય છે, વિદ્યા પ્રાપ્ત થાય છે, પૈસા મળે છે, જંગલમાં મહાભયથી બચાવ થાય છે અને ધર્મથી સ્વર્ગ તેમ જ મોક્ષ મળે છે. આ વર્ગના પ્રાણુઓ ધર્મની અપેક્ષા રાખે છે પણ સાચો માર્ગ બરાબર જાણતા નથી. ધર્મના યથાસ્થિત સ્વરૂપને ન જાણનાર આવા પ્રાણીઓ યથેચ્છ રીતે વિચારે છે તેથી ધર્મનાં ખરાં ફળને પામી શકતા નથી. ત્યાં પછી એક શ્રીપતિ વણિકની કથા આપી છે. એ વાણીએ ધર્મનિમિત્તે મહાયજ્ઞો કર્યો પણ અંતે જે પુત્ર અને પુત્રવધૂને પોતાની મિલકત સોંપી મરણ પાએ તે પુત્રાદિકે જ તેને પિંડદાન આપવાને વખતે બકરા તરીકે થયેલા તેને જ [ચાલુ ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy