________________
પ્રકરણ ૧૨] ૨. અધમરાજ્ય-ગિની દષ્ટિદેવી.
૧૫૮૧ મે ત્રાસ થઈ ગયો અને સર્વને મેટ ખળભળાટ થઈ આવ્યું. આગલા પ્રકરણમાં જણાવ્યું હતું તે પ્રમાણે નિકૃષ્ટનું રાજ્ય થતાં મંત્રવિચારણું થયા પછી આખા પ્રદેશમાં જેમ શોક વ્યાપી રહ્યો હતો તે પ્રમાણે આ વખતે પણ થયું, અધમ રાજ્યની હકીકત સાંભળીને આખા સાધુમંડળમાં દિલગિરી ફેલાઈ ગઈ અને સર્વનાં મન અત્યંત વ્યાકળ થઇ ગયાં.
ગિની દૃષ્ટિ દેવીને પ્રભાવ, શ્રીનિરીક્ષણમાં આનંદ અવગાહન
મહામહાદિનું પ્રબળ વીર્યદર્શન. હવે પેલી ગિની દષ્ટિ દેવી તે વખતે રાજાને હુકમ મેળવીને
પ્રથમ તે અંતર્ધાન થઇ ગઈ (અદશ્ય થઈ ગઈ) રૂપ દર્શન. અને પછી વિભ્રમ ઉત્પન્ન કરી ગુપ્ત રીતે અધમ
રાજાની આંખમાં જઈને રહી. એ યોગિનીના પ્રતાપથી પેલો અધમ રાજા (સ્ત્રી આદિકનાં) રૂપ જોવામાં ઘણે આસક્ત થયો અને આ દુનિયામાં સારાં સારાં રૂપો જેવા ઉપરાંત જાણે સુખનું બીજું કઈ કારણ જ નથી એમ માનવા લાગે. સર્વ સુખની કલ્પના તેને સુંદર રૂપે જોવામાં જ થઈ, કેઈ સ્ત્રીને કટાક્ષ કરતી જોવી, કઈ સ્ત્રી આડી આંખે નિશાનીઓ કરે તે જોવું, કોઈ સ્ત્રીના વિભ્રમ જોતાં તેના અંગોપાંગની ચેષ્ટા જેવી, કેઈ સ્ત્રીના હાવભાવ જોવા, કેઈ સ્ત્રીની લાવણ્યરસિકતા જેવી, કેઈ સ્ત્રીનું હસવું જોવું, કેઈ સ્ત્રીને આનંદ જવો, કઈ સ્ત્રીની રમત ગમત જેવી અને એવી એવી સ્ત્રી સંબંધી જે કાંઈ હકીકત બને તે આંખો ફાડીને પ્રેમથી રસથી જોયા કરવી એમાં એ જોગણીના પ્રતાપથી અધમરાજને આનંદ આવવા લાગ્યું. એ મૂર્ખ બુદ્ધિવાળે રાજા સ્ત્રીની આંખોમાં નીલ કમળની કલ્પના કરવા લાગ્ય, સ્ત્રીના મુખમાં ચંદ્રની કલ્પના કરવા લાગ્ય, સ્ત્રીનાં સ્તનમાં સુવર્ણકુંભની કલ્પના કરવા લાગ્યો અને સ્ત્રીનાં પ્રત્યેક અંગમાં સૌંદર્ય જેવા લાગ્યો. એ સ્ત્રીઓના વિલાસ જોવામાં આનંદ માનવા લાગે, સ્ત્રીઓના નાચ જોવામાં સુખ માનવા લાગે, સ્ત્રીઓનાં ચાળા અને
૧ જુઓ પૃ. ૧૫૬૮. જ અહીં ભર્તુહરિને એક શ્લોક વિચારવા જેવો છે.
स्तनौ मांसग्रन्थी कनककलशावित्युपमितौ मुखं श्लेष्मागारं तदपि च शशांकेन तुलितम् ।
[ચાલુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org