SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ એવા બનાવી દઉં, એમાં તે શી મોટી વાત છે કે આપ સર્વ આટલા બધા વિચારમાં પડી ગયા છે? હું એકલી આપની નાની દાસી એ કામ સપાટામાં કરી લાવીશ. હું આપને ખાતરીથી કહું છું કે એને થોડા વખતમાં હું એના રાજ્યથી ભ્રષ્ટ કરીશ, અને અંતરંગ રાજ્યથી તદ્દન બહાર અને દૂર જ રાખી દઇશ, એને આપના હુકમને અમલમાં મૂકનાર આપના ચાકર જેવા બનાવી દઇશ અને એ પાતાના લરકરથી તદ્દન અજાણ્યો જ રહે અથવા પોતાના સૈન્ય તરફ ઉલટા ગુસ્સે રહે એવા કરી મૂકીશ–એ બાબતમાં દેવ ! આપ જરા પણ શંકા કરશો નહિ. આપ એ સર્વ કામ મને સોંપી દે. વળી સાહેબ! આપ સારી રીતે જાણા છે કે જ્યાં હું જાઉં છું ત્યાં મારા `ભાઇ મ્હેના સ્પર્શન વિગેરે જે આપના પેાતાના જ મનુષ્યો છે તે પણ મારી સાથે આવે છે, હું જ્યાં જાઉં છું ત્યાં તે સાથે હોય જ છે; અને એ પુરૂષને ( રાજાને ) હું વશ કરીશ તેમાં ભાવથી તે આપ સર્વ પણ મારી પાસે હાજર જ હશેા એમ આપે ધારવાનું છે; વળી આ સંબંધમાં હું તમને એક દાખલેો પણ આપું: તમને યાદ હશે કે ગયે વર્ષે જ નિકૃષ્ટ રાજા થયા હતા તે ધન અને કામ વગરના હતા છતાં તેને તમારી સાથે રહીને આપણે પાપિપંજર( નરક )માં મોકલી દીધા હતા; તે દેવ! આ સંબંધમાં ચોક્કસ કામ લેવા મને હુકમ આપે! અને એ સંબંધમાં આપ હવે વધારે ઢીલ ન કરે. આપના હુકમ થાય તે હું એ’ અધમરાજાને વશ કરી નાખું અને એના રાજ્યમાં એને દાખલ થતા જ અટકાવું. આપે સવએ એ સંબંધમાં ચિંતા કરવાની કે પ્રયત્ન કરવાની બીલકુલ જરૂર નથી. આપના ટેકાથી હું એકલી એ કામ કરી આવીશ.” યોગિની દૃષ્ટિદેવી આ પ્રમાણે બેાલી રહી એટલે મહામેાહ રા જાએ વિચાર કર્યો કે જે કામ એ ધાગિની માથે લેવા તૈયાર થઇ છે તે કામ કરવાને તે સંપૂર્ણ યોગ્ય છે, કરી શકે તેવી છે અને મારી વિશ્વાસુ છે. આ પ્રમાણે વિચારીને દૃષ્ટિદેવીને અધમ રાજાને ઠેકાણે લઇ આવવાનું કામ સોંપવામાં આવ્યું એટલે તુરત જ તે ત્યાંથી ઉપડી અને એ અધમરાજા બાહ્ય પ્રદેશમાં હતા ત્યાં ગઈ. * ** Jain Education International * ચારિત્રરાજ મંડળમાં શાક, હવે ચારિત્રરાજના મંડળમાં સમાચાર આવ્યા કે અધમ રાજા થયા છે એટલે ત્યાં તે માટે! તરખાટ થઇ ગયા, એ આખા મંડળને તા ૧ સ્પર્શન, રસના, ક્રાણુ અને શ્રોત્ર, એ સર્વે પણ વિષયાભિલાષના જ છે રાએ અથવા માણસે છે. જીઆ ઞ. ૪. રૃ. ૭૯૬ તથા અ. ૪, ૪. ૧૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy