SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ મું. (૨) અધમરાજ્યોગિની દૃષ્ટિદેવી. Guid stu ti:10 For Mid {» Hથમ વર્ષમાં નિકૃષ્ટ કેવી રીતે રાજ્ય કર્યું તેને વિસ્તારથી કહેવાલ વિતર્ક કહી સંભળાવ્યું. ત્યાર પછી બીજા વર્ષમાં Eી થયું તે હકીકત જણાવતાં વિતર્ક આગળ ચલાવ્યું– Cre| ઉત્તમસૂરિ આ આખી વાર્તા હરિરાજા સમક્ષ કહી બતાવે છે–સંસારીજીવ પોતાનું આખું ચરિત્ર સદાગમ સમક્ષ કહે છે અને અગ્રહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળા તથા ભવ્યપુરૂષ સાંભળે છે – વિતર્ક અપ્રબુદ્ધશિષ્યને કહે છે કે–બીજા વર્ષની શરૂઆતમાં પણ ઢોલ પીટાવીને ઉદ્યોષણ કરવામાં આવી કે-“આ વર્ષે અધમ રાજા થયે છે માટે લેકેએ ખાવું પીવું અને મજા કરવી.” ગયા પ્રકરણમાં જે સર્વ હકીકત નિકૃષ્ટના રાજ્યના સંબંધમાં બની હતી તે આ વખતે પણ સર્વ બની, બન્ને સૈન્યમાં પણ એવી જ સ્થિતિ થઈ, અંદર અંદર મંત્ર વિચારણા થઈ અને મેહરાયના અને ચારિત્રરાજના સૈન્યમાં અરસ્પરસ રાજ્ય કેવું થશે તે સંબંધી વિચારસંમેલન થયા. હવે વિષયાભિલાષ મંત્રીએ આ અધમરાજાના ગુણ મેહરાજાની સભામાં વિસ્તારથી વર્ણવ્યા તે અત્ર કહી બતાવું છું. વિષયાભિલાષનું કથન, અધમ રાજ્યનું સ્વરૂપ. બહિષ્કતિ ઉપાય ચિતવન, વિષયાભિલાષ મંત્રી મહરાજાની રાજસભામાં કહેવા લાગ્યો“જુઓ, એના પિતા કર્મપરિણામ મહારાજે આ અધમ રાજાને કે બનાવ્યું છે તેનું સ્વરૂપ વિસ્તારથી કહી બતાવું છું. આ અધમ આ લેક (આ ભવ)માં સંપૂર્ણ આસક્ત છે, અહીં સર્વ પ્રકારના આનંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy