________________
૧૫૭૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ રાજ્ય કરે છે તેની તપાસ કરવા હું ગયે અને ત્યાં મને જે અનુભવ થયે તે વિગતથી આપને જણાવું છું તે આપ સાંભળવા કૃપા કરે.'
૧ આ અધમાધમ પુરુષનું લક્ષણ બતાવતાં પૂજ્યપાદ શ્રીઉમાસ્વાતિ તત્વાર્થ ભાષ્યમાં કહે છે કે હિતમિર ગ્રામત્ર નીયમતનો નરઃ સમભરે. અધમાધમ પ્રાણી આ ભવ અને પરભવમાં અહિત થાય તેવાં કાર્ય કરે છે. ક્ષેમકર ગણિએ પપુરૂષ ચરિત્ર લખ્યું છે તેમાં અધમાધમ પુરૂષનાં લક્ષણ બતાવતાં કહે છે કેતેઓ ધર્મની સંજ્ઞાથી તદન દર હોય છે, પરલોક સંબંધી વિચાર વગરના હોય છે, સારી પરિણતિથી રહિત હોય છે, પાંચ ઇન્દ્રિયના સુખને સ્વાદ નહિ જાણનારા હોય છે, કૃર કર્મ કરનારા હોય છે, પાપ કરવામાં આદર કરનારા હોય છે, અધર્મના કામમાં હૌસ દેખાડનારા હોય છે, તેઓના હાથપગ તૂટી ગયેલા અને બાળ ઉખડી ગયેલા હોય છે, તેઓ વસ્રરહિત, આશ્રમરહિત, આધાર વગરના, ગરમી ઠંડી અને પવનથી હેરાન થતા અને ઝાડની છાલના અથવા ચામડાના વસ્ત્ર પહેરનાર, પર્વતની ગુફામાં રહેનાર, સંસારસુખના અનુભવ વગરના, સકળ લેકવ્યવહારથી રહિત અને પૃથ્વીને ભાર કરનારા હોય છે અને મનુષ્યપણું મળ્યા છતાં એકંદર જનાવર જેવા દેખાય છે. સાધારણ રીતે તેઓની જાતિના નામે બતાવતાં કહે છે કે ભિલું લોકે, શિકારી લોકો, ભરવાડ, રબારી, ચાંડાળની જેવાં નીચ કામ કરનારાં તેઓ હોય છે. તેઓ ગમે તેમ કરીને મહા કષ્ટ ધન મેળવે છે અને પછી દારૂ પીએ છે, માંસ ખાય છે, ન કરવા યોગ્ય કાર્યો કરે છે. આવા પ્રાણીઓ સર્વ પ્રાણીઓથી નીચેની ગણનામાં આવે છે, સર્વ પ્રાણુઓ તરફથી નિંદાને પાત્ર થાય છે, સર્વ પ્રાણીઓને ઉદ્વેગ કરાવનારા થાય છે, સર્વ પ્રકારના પુરૂષાર્થથી રહિત હોય છે, સર્વ વખત અત્યંત નિંદનીય અવસ્થા ભોગવી આખરે પરલોકમાં નરકાદિની પીડા ભોગવે છે.
આ અધમાધમ પુરૂષના સંબંધમાં સુપ્રસિદ્ધ મધુબિંદનું દૃષ્ટાન્ત તેઓ આપે છે. સિદ્ધાર્ષિગણિ અંતરંગ રાજ્યમાં તેઓની શી અવસ્થા હોય છે તે વિસ્તારથી બતાવે છે, ત્યારે ક્ષેમકરગણિ તેઓની બાહ્ય રાજ્યમાં કેવી દશા હોય છે તે બતાવે છે. આટલા ઉપરથી આ સર્વથી અધમ મહા નીચે પ્રાણીઓનાં લક્ષણ સમજવામાં આવશે. પપુરૂષચરિત્ર સંસ્કૃત અને ગુજરાતી છપાયેલ છે તે વાંચવા અત્ર સૂચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org