________________
પ્રકરણ ૧૧] ૧. નિકૃષ્ટ રાજ્ય.
૧૫૭૫ . તેની આવી સ્થિતિ જોઈને “બચ્ચા! તને રાજ્ય પાળતાં આ વડ્યું નહિ” એમ કહી કમેપરિણામ રાજા તેના ઉપર ગુસ્સે થયા. તેથી ભવચક્રમાં પાપીપંજર નામનું એક અતિ ભયંકર સ્થાનક હતું ત્યાં તે બિચારા નિકૃષ્ટને લઈ જવામાં આવ્યું, ત્યાં અનંત પ્રકારની પીડાઓ તેને અનેક વાર કરવામાં આવી અને એવી રીતે નિકૃષ્ટ ઘણે હેરાન થયે એમ ત્યાર પછી મારા સાંભળવામાં આવ્યું.
નિકૃષ્ટના રાજ્યપર વિચારણા | વિતકે પિતાના સ્વામી અપ્રબુદ્ધને આ નિકૃષ્ટના રાજ્ય સંબંધી પિતાનો અભિપ્રાય જણાવતાં કહે છે–અહાહા! એક તો એ બાપડ નિકૃષ્ટ પિતાના રાજ્યમાં પ્રવેશ પણ પામી શકે નહિ, અંદર દાખલ જ થઈ શકે નહીં, પેલા ચેરેએ તેનું આખું રાજ્ય હરણ કરી લીધું અને વળી વધારામાં તેનું મહા ઉત્તમ આખું લશ્કર હતું તે ઘેરાઈ ગયું. એ સર્વને પરિણામે એ બાપડ અહીં પણ ઘણું દુઃખમાં રહ્યો, હેરાન થઈ ગયે, રાજ્યથી ભ્રષ્ટ થયું અને પોતાના રાજ્યની બહારને બહાર રહ્યો. બીજું એ નિકૃષ્ટ ત્યાં (નારકીમાં) જઈને પાછો મહા પીડા ખમે છે, ત્રાસ પામે છે અને દુઃખી થાય છે. આ સર્વ પીડા એ દુરાત્મા નિકૃષ્ટને અજ્ઞાનને લીધે થઈ છે, એ પાપી અને ધમાધમ જીવ પિતાના રાજ્યને જાણી, પીછાની કે સમજી શકે નહિ; જે એને ખબર હોત કે પોતાનું રાજ્ય રનોથી ભરપૂર અને અતિ સુંદર છે, જે એના સમજવામાં ચારિત્રધર્મરાજાનું સૈન્ય બરાબર આવ્યું હોત, જે એ પિતાના ખરા મિત્રોને મિત્ર તરીકે આદરી શક્ય હેત અને મહામહરાજા અને તેનું આખું સૈન્ય પોતાનું દુશ્મન છે અને શત્રુનું કામ સારે છે એમ તેના જાણવામાં ચોક્કસ આવ્યું હોત તે તેને આટલી પીડા થાત નહિ, તે આટલાં દુઃખ ખમત નહિ અને અવ્યવસ્થિત રીતે જ્યાં ત્યાં ભટકત નહિ; કારણ કે જે તે સત્ય વાત બરાબર સમજ્યો હોત તો પોતાની શક્તિનો અને નીતિને બરાબર ઉપયોગ કરીને પેલા ચોરલોકેના લશ્કરને હઠાવી દેત અને પિતાના રાજ્ય ઉપર નિર્કોટક રાજ્ય કરત. પણ બન્યું તે બની ગયું. મારે તે આપના હુકમ પ્રમાણે વર્તવાનું હતું; તેથી હવે અધમ કેવી રીતે
૧ પાપીપંજર એટલે નારકી (ચોથી ગતિ). તેના વર્ણન માટે જુઓ પ્ર. ૪ પ્ર. ૨૭ (પૃ. ૯૧)
૨ અહીં છે. રે. એ. સેસાયટિવાળા મુળ પુસ્તકનું પૃ૯૨૬ શરૂ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org