________________
૧૫૭૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
નિકૃષ્ટ-બહિરંગ ટૂરો, અતિ અધમ દશાએ વર્તન. ચારિત્રરાજ પ્રત્યે અવગણના,
Jain Education International
અંતરંગ રાજ્યમાં આવી હકીકત જોઇને તે લેાકેાનું બહિરંગ પ્રદેશમાં શું થાય છે તે જોવા સારૂ હું બાહ્ય પ્રદેશમાં આવ્યો અને સર્વે આામત અવલોકવા લાગ્યા. ત્યાં જોઉં છું તેા એ નિકૃષ્ટરાન્ત પોતાના રાજ્યથી ભ્રષ્ટ થયેલ અને અત્યંત દુઃખી સ્થિતિમાં આવી પડેલ એવામાં આવ્યો. મેં એને જોયો તે વખતે તે અનેક પાપનાં કામેામાં ઘણા આસક્ત દેખાતા હતા, તેવાં કામોમાં રસ લેતા દેખાતા હતા, જાતે ઘણા ગરીમ રાંક જેવા દુ:ખી જણાતા હતા, દેખાવપરથી જ અત્યંત ભયંકર ઘાતકી જણાતા હતા, લોકોથી અનેક પ્રકારની નિંદા પામતા જણાત હતા, પોતાના સર્વ પુરૂષાર્થથી ભ્રષ્ટ થઇ પારકા ઉપર આધાર રાખનાર હીનસત્ત્વી નપુંસક જેવા દેખાતા હતા, એના આખા શરીરે ગઢગુમડ તથા છેદન ભેદનના જખમા દેખાતા હતા, આખા શરીરપર મેલ લાગેલ હતા અને જાણે પાપના ઢગલા હોય તેવા દેખાતા હતા, તેમ જ પારકા હુકમને અમલમાં મૂકનાર કોઇ નોકર કે ચાકર અથવા તે એપીએ હાય તેવા પરવશ દીન દુઃખી લાચાર દયા ઉપજાવે તેવા લાગતા હતા. પેાતાના રાજ્યથી ભ્રષ્ટ થયેલા તે નિકૃષ્ટ લોકોમાં પણ તદ્દન હલકાઈને પામતા હતા. એ તેા જાણીતી વાત છે કે જેનું પાતાના ઘરમાં બરાબર માન હેાતું નથી અને જે ઘરમાં પરાભવ પામતા હાય છે તે બહાર પણ તેવી જ રીતે પરાભવ પામે છે; તે કોઇ વાર ઘાસના કે લાકડાના ભારા વેચીને, કાઇ વાર હળ ખેડીને, કોઇ વાર પ્રાણીઓનાં પ્રાણ હરણ કરીને, કોઇ વાર કાગળ લઇ જનાર કાસદ (ખેપીઆ)નું કામ કરીને, અને એવાં એવાં અનેક પ્રકારનાં ન કરવા યોગ્ય હલકાં અને જીવવધનાં કામે કરીને તેમ જ સેંકડો પ્રકારના પરાભવ અને આક્રોશ સહન કરીને તે નિકૃષ્ટ જેમ તેમ કરીને પોતાનું પેટ પૂરતા હતા; લોકોમાં જે ઘણા દુ:ખી હોય, અત્યંત પાપી હાય, મહાક્રૂર કર્મ કરનારા હોય અને ટુંકામાં કહીએ તો લોકોમાં જે ઢેઢ કે હૂમ જેવા હાય તેના જેવું રૂપ તે ધારણ કરતા હતા, પરંતુ ખરેખરી ખૂમિની વાત તેા એ હતી કે આ પ્રમાણે હકીકત બની, પાતે રાજ્યથી ભ્રષ્ટ થઇ ગયો, છતાં એને મહામાહ વિગેરે ચારો ઉપર ઘણા પ્રેમ આવતા હતા અને તેને પેાતાનું હિત કરનારા માનતા હતા, ચારિત્રરાજનું કે તેના આખા લશ્કરમાંથી એકનું નામ પણ તે જાતે ન
[ પ્રસ્તાવ ૬
For Private & Personal Use Only
www.jainelibrary.org