________________
પ્રકરણ ૧૧]
૧. નિકૃષ્ટ રાય.
૧૫૬૯
ષ્યજન્મ પ્રદેશમાં અનેક રાજા હતા તેઓ પોતપોતાનાં સ્થાનેામાં વિચાર કરવા લાગ્યા કે આ નવા રાજા કેવા હશે ? કેવા નીવડશે ? વળી એ સ્થાનામાં રહેલા વિદ્વાન્ ડાહ્યા માણસા પણ અંદર અંદર એ રાજા કેવા હશે તે સંબંધી ચર્ચા કરવા લાગ્યા. તેમ જ આ રાજા કેવા પ્રકારના હશે તે સંબંધી કુટુંબી લોકો પાતપોતાના ઘરમાં વિસ્તારથી વિચાર કરવા લાગ્યા.
હવે પેલા સર્વે ચારે પણ એકઠા મળ્યા અને તે મહામેાહ વિગેરે અંદર અંદર વિચાર કરવા લાગ્યાઃ—
મહામેાહની મંત્રી સાથે વિચારણા, મંત્રીકથિત નિકૃષ્ટ સ્વરૂપ હર્ષ સ્થાને ચિંતા દૂર.
વિષયાભિલાષ મંત્રીએ મહામાહરાજાને ઉદ્દેશીને કહ્યું “ સાહેબ ! હાલ એ નિકૃષ્ટ રાજા થયા છે તે શું કરશે અને કેવા નીવડશે એ આપણે જાણતા નથી તેથી એ સંબંધમાં આપણે સર્વ ચિંતાતુર થઇ પડેલા છીએ; પરંતુ દેવ ! એ સંબંધમાં આપણા શાક તદ્ન અકારણે છે, આપણે વગર નિમિત્તે સર્વે ગભરાઇ ગયા છીએ, એ બાબતમાં જરા પણ ગભરાટમાં પડવા જેવું નથી. આ પ્રમાણે હું કહું છું તેનું કારણ એ છે કે મહારાજા કમૅપરિણામે એ નિકૃષ્ટને એવા જ પ્રકારના બનાવ્યા છે કે એ આપણને હેરાન કરવાને કે પીડા આપવાને કદિ શક્તિમાન્ થઇ શકે નહિ, ઉલટા એ તેા હમેશા આપણને વશ રહે તેવા નિર્માણ થયેલા છે, આપણા હુકમને ખરાઅર તાબે થાય તેવા થયેલા છે, અને આપણે તે તે શું પણ આપણા નાના લશ્કરીઓને પણ એ તે નાકર જેવા થઇ આપણા હુકમને ઉઠાવે તેવા છે. કર્મપરિણામે એને આવા પ્રકારના અનાવ્યા છે અને એને હાલ રાજ્ય આપ્યું છે તે જાણા કે આપણે જ હાલ તેા ખરેખરા રાજા છીએ. આવી રીતે દેવ! અત્યારે તે આપણું નિષ્કંટક રાજ્ય થયેલું છે તેથી આપણને પૂરેપૂરો આનંદ થવા જોઇએ, તે પછી એને પ્રસંગે આપણે શાકમાં શા માટે પડીએ છીએ ! વિચારમાં કેમ પડી જઇએ છીએ ! ગુંચવાઇ શેના જઇએ છીએ ! ”
નિકૃષ્ટની પ્
૨ વારા તા.
Jain Education International
મહામાતુ— આર્ય ! ત્યારે કર્મપરિણામે એ નિકૃષ્ટને કેવા પ્રકારના બનાવ્યા છે તે વિસ્તારથી વિગતવાર જલ્દી કહી બતાવે. '
For Private & Personal Use Only
www.jainelibrary.org