________________
૧૫૬૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ બળવાનું લશ્કર અત્યારે તો મહામહરાજ વિગેરેથી ઘેરાઈ ગયેલું છે, વિંટળાઈ વળેલું છે અને કાંઈ જેર ન બતાવી શકે તેવી સ્થિતિમાં પડેલું છે.”
કર્મપરિણામના અનંત પુત્રો. વર્તતું અનેકરૂપી રાજ્ય,
સુખદુ:ખની વિચિત્રતા. અપ્રબુદ્ધ–“આપે જણાવ્યું તે પ્રમાણે અંતરંગ રાજ્ય સામાન્ય રીતે સુખદુ:ખનું કારણ છે તે હકીકત તે મારા સાંભળવામાં ને સમજવામાં આવી. આપશ્રીએ ત્યાર પછી એમ કહ્યું હતું કે વિશેષ રીતે જોઈએ તો તે અંતરંગ રાજ્ય અનેકરૂપી છે તેની વિગત હવે સાંભળવા ઈચ્છું છું; તે અંતરંગ રાજ્ય અનેકરૂપી કેવી રીતે છે તે આપ હવે મને સમજાવો.”
સિદ્ધાન્ત–“સાંભળઃ તને અગાઉ કર્મપરિણામ રાજાનું વર્ણન કહેવામાં આવ્યું હતું તેને સર્વ કાર્યોમાં એ મહારાજાએ (સંસારીજી) પ્રમાણભૂત માન્યો છે, તેના હુકમ પ્રમાણે સવે કામ થાય છે; એમ હોવાથી એ કર્મપરિણામ રાજા પોતાના પુત્રોને જાદું જુદું પણ તદ્દન આખું પરિપૂર્ણ રાજ્ય આપે છે અને પિતાની મરજી પ્રમાણે તેમને આખા રાજ્યના રાજા બનાવે છે. આ પ્રમાણે હોવાથી રાજાઓ અનંતા હોવાથી પાત્રભેદે રાજ્ય અનંતરૂપવાળું થાય છે. દરેક જીવ પોતાના રાજ્યનો રાજા હોવાથી અને અનંત હોવાથી આ પ્રમાણે રાજ્ય અનંતરૂપી થાય છે. કર્મપરિણામના અનંત પુત્રોમાં કેઈને તે રાજ્ય સુખનું કારણ થાય છે, કોઈને દુઃખનું કારણે થાય છે, સુખદુઃખનાં વળી અનેક પ્રકાર હોવાથી રાજ્ય અનંતરૂપી વિશેષ પ્રકારે થાય છે. તારા સમજવામાં, તે રાજ્ય અનંતરૂપી કેવી રીતે થાય છે કે, હવે આવ્યું હશે.”
કર્મપરિણામના છ પુત્રો, પ્રત્યેકને એક વર્ષ રાજ્યાર્પણ
વિતર્ક દ્વારા વ્યવસ્થા નિરૂપણ અપ્રબુદ્ધ–“ભગવદ્ ! કર્મપરિણુમ રાજાના પુત્રો જ્યારે રાજ્ય કરતા હતા ત્યારે તે દરેકને શું થયું તે સાંભળવા ઈચ્છું તે કૃપા કરે.”
સિદ્ધાન્ત–“ભદ્ર! મેં તને અગાઉ કહ્યું છે કે એ કર્મપરિણામ રાજાને તે અનંત પુત્ર છે, ત્યારે એમાં કેટલા પુત્રોનું તારી પાસે વર્ણન કરું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org