________________
૧૫૬૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ સામાન્ય રાજ્યવર્ણન. સિદ્ધાન્ત–“ભદ્ર! તને એ હકીક્ત સ્પષ્ટ રીતે કહું તે સાંભળ(રાજા) એ સામાન્ય રાજ્યને રાજા સંસારીજીવ પિતે છે,
સર્વ બાબતનો આધાર તેના ઉપર છે. અને આખા રાજ્યનો ભાર તેના ઉપર છે. સંસારીજીવને તેથી મહારાજા કહેવામાં આવે છે.
(કેશ)એ સામાન્ય મહારાજ્યમાં શમ (સમતા), ધ્યાન,
જ્ઞાન, વીયે વિગેરે અનેક સ્વભાવસિદ્ધ (સ્વાભાવિક) ર છે અને એવાં શ્રેષ્ઠ ભાવરોથી એ રાજ્ય પરિપૂર્ણ છે, એ તે મહારાજ્યનો મોટો ભંડાર છે.
(લશ્કર)એ મહારાજ્યમાં ત્રણે ભુવનને આનંદ આપે તેવું
અને ક્ષીરસમુદ્ર જેવું મહા નિમેળ 'ચતુરંગ બળવાન લકર છે. એમાં ગંભીરતા, ઉદારતા, શૂરવીરતારૂપ મેટા મેટા રથો છે; એમાં સુંદર યશવિસ્તાર, સજ્જ. નતા, પ્રેમ વિગેરે મોટા મોટા હાથીઓ છે; એમાં બુદ્ધિને વિસ્તાર, વાચાળપણું અને નિપુણતા વિગેરે ઘડા છે; એમાં અચપળતા, ચિત્તની પ્રસન્નતા, પ્રશસ્ત મન હેવાપણું અને દાક્ષિણ્ય (મરતબાપણું) વિગેરે સુંદર પાળાઓ છે. (ચતુરંગ લશ્કરમાં હાથી ઘોડા રથ અને પાળાઓ જે કાર્ય કરે છે તે આ મહાસૈન્યમાં ઉપર જણવેલ લશ્કરીઓ કામ કરે છે. ગાંભીર્ય ઔદાર્ય અને શૌર્ય રથનું કામ આપે છે. જેમ રથમાં બેસીને મહારાજા અને બહાદુર હોદ્દેદારે લડવા જાય છે તેમ અત્રે ગાંભીર્યાદિ ગુણેના સંબંધમાં બને છે. ઝુલતા હાથીઓ લડવાનું અને કીલ્લા ભેદવાનું કાર્યો કરે છે તે કાર્ય મહાસૈન્યમાં યશ સૌજન્ય અને પ્રેમ કરે છે; તે જ પ્રમાણે ઘોડા અને પાળાઓ માટે વિચારી લેવું.) એ સંસારીજીવ નામના મહારાજનું ઘણું હિત કરનારા અને ચાર
૧ લશ્કરના ચાર અંગમાં હાથી, ઘોડા, રથ અને પાયદળ ગણવામાં આવે છે. આ રાજ્યમાં તે ચાર પ્રકારનું (ચતુરંગ) લશ્કર કયું છે તે સાથે જ બતાવ્યું છે, એનું વધારે વર્ણન પ્ર. ૪. . ૩૬ માં આવેલું છે તે જુઓ (પૃ. ૧૦૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org