________________
ઉપપ૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૬
સિદ્ધાન્ત નામને મહાપુરૂષ છે; તે શુદ્ધ સત્ય વચન બોલનાર છે, સર્વ પ્રાણસમૂહનું એકાંત હિત કરનાર છે, સર્વ પ્રાણીઓના ભાવો અને સ્વભાવને બરાબર પીછાણનાર અને જાણનાર છે અને એ મહારાજા તથા મહારાણીના સર્વ અંદરના રહસ્યને, ગુપ્ત ભેદને અને ખાનગી બાબતોના ઊંડાણને બરાબર પૃથક્કરણ કરીને જાણનાર છે. એ સિદ્ધાન્ત મહા પુરૂષને એક અપ્રબુદ્ધ નામનો શિષ્ય છે, તેણે એક દિવસ પિતાના ગુરૂ મહારાજને સવાલ કર્યો તે પ્રસંગે તેઓ વચ્ચે નીચે પ્રમાણે ઘણી અગત્યની વાતચીત થઈ.
સુખ દુ:ખ, કારણ–રાજ્ય. એ રાજ્ય સર્વ પ્રાણીને હોય છે,
એ રાજ્ય અંતરંગમાં વ્યાપેલ છે, અપ્રબુદ્ધ–“ભગવાન ! આ સંસારમાં પ્રાણીને કઈ વસ્તુ બહુ ગમે છે અને કઈ વસ્તુ બીલકુલ ગમતી નથી?”
સિદ્ધાન્ત–“ભદ્ર! પ્રાણીને “સુખ” બહુ ગમે છે અને “દુ:ખ બીલકુલ ગમતું નથી; એટલા માટે સર્વ પ્રાણુઓ સુખ મેળવવા પ્રવૃત્તિ કરે છે અને દુ:ખથી દૂર નાસે છે.”
અપ્રબુદ્ધ–“ભગવદ્ ! ત્યારે એ સુખનું કારણ શું હશે? અને એ દુઃખનું પણ કારણ શું હશે?”
સિદ્ધાન્ત–“ભાઈ ! સુખનું કારણ રાજ્ય છે અને દુઃખનું કારણ પણ તે જ રાજ્ય છે.”
અપ્રબુદ્ધ–“ભગવદ્ ! એક જ રાજ્ય સુખ અને દુઃખ બન્નેનું કારણ કેમ હોઈ શકે? એ વાતમાં દેખીતે વિરોધ લાગે છે !”
સિદ્ધાન્ત-“ભાઈ ! એમાં જે વિરોધ લાગે છે તે માત્ર દેખીત જ છે, વાસ્તવિક નથી. જો એ રાજ્યની સારી રીતે પરિપાલના કરી હોય તે તે સુખનું કારણે થાય છે અને જે તેની બરાબર પાલન ન કરી હોય અથવા તેની ખરાબ રીતે પાલન કરી હોય તો તે દુઃખનું કારણે થાય છે.”
અપ્રબુદ્ધ“ત્યારે મહારાજ ! શું સુખદુઃખનું કારણ રાજ્ય જ છે, બીજું કાંઈ પણ કારણ નથી?”
૧ સિદ્ધાન્તઃ જૈન આગમનું રૂપક. એ કર્મના સર્વ રહસ્યને જાણે છે, મતલબ એ શુદ્ધ જ્ઞાન છે.
૨ અપ્રબુદ્ધ અંદર જ્ઞાન છે પણ હજી અવરાયેલ છે. એ અવસ્થામાં ઘણું પ્રાણીઓ હોય છે. ગુરૂ અથવા આગમદ્વારા તેમની શંકાઓ દૂર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org