________________
૧૫૫૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ ઉઠાવે છે, સગાસંબંધીઓ તેની ફરતા વીંટળાઈ વળે છે, ભાટચારણે તેના વખાણ કરે છે, મોટા મોટા ભણેલા અને વિદ્વાન માણસો પણ તેને બહુમાન આપે છે, અત્યંત વિશુદ્ધ ધમષ્ટ માણસો કરતાં પણ તેને વધારે ધમાં ગણવામાં આવે છે. આવી ધનની સ્થિતિ છે, માટે ભાઈ ધનશેખર ! તું સર્વ પ્રકારની દીલગીરી છોડી દે, ધીરજ ધારણ કર અને ફરીથી પણ પૂરત ઉત્સાહ રાખીને ધન કમાવવાના કામમાં ઉદ્યમ કર. તું મારી શક્તિ બરાબર જોઇ લે અને હું તને ઉપદેશ આપું છું-સલાહ આપું છું તે પ્રમાણે કર.”
ઉપદેશ અનુસરણ, પ્રયતને આદર,
પણ અંતે નિષ્ફળતા, દુરાત્મા સાગરમિત્રે આ પ્રમાણે મને પાપપદેશ આપે, વારંવાર પ્રેરણું કરી ત્યારે વળી અગ્રહિતસંકેતા ! મેં પાછા ફરીવાર અનેક પ્રકારનાં આરંભ સમારંભે કર્યા, નવા નવા વેપાર કરવા માંડ્યા અને નવાં નવાં પાપ કરવામાં મારી બુદ્ધિ પ્રેરી અને મનને ઉકેરણી થવાથી અનેક પ્રકારની દુબુદ્ધિને લઈને પાપકાર્યો કરવા લાગ્યું. મને એ સાગર જે હુકમ આપે તેનો વિચાર ન કરતાં તે જેમ કહે અને જે કહે તેમ તે સર્વ કામ કરવા લાગ્યો, ધંધાઓ આદરવા લાગ્યો, વ્યવસાય કરવા લાગ્યો અને પાપને પિતાનાં માનવા લાગ્યા. આવી રીતે અનેક પાપ કર્યા, આરંભ માંડ્યાં અને છટકાઓ શોધ્યાં, પણ મને એક ફૂટી દમડી પણ મળી નહિ, કારણ કે મારે પુણ્યોદય મિત્ર ક્યારનોએ મારાથી રીસાઈને દર ગયો હતો. આવી રીતે પ્રયત્નો નિષ્ફળ ગયા, ઉદ્યમ ધૂળધાણી મળ્યા અને આશા નિરાશાઓમાં ફેરવાઈ ગઈ, અન્નને અને દાંતને વેર થવા માંડ્યું, છતાં પુણ્યોદયરહિત મિથ્યા અભિમાનમાં તણાઈને મારા સસરા બકુલને ત્યાં પણ હું ગયો નહીં.
વન મિત્રનું જોર મારી આવી કઠણ અવસ્થા હતી અને હું અત્યંત કફોડી સ્થિતિ માંથી પસાર થતો હતો ત્યારે પણ મૈથુન નામને મારો મિત્ર પિતાના યૌવન મિત્રની સાથે રહી મારે કેડે મૂકતો નહોતો અને મને વારંવાર અનેક પ્રકારની પ્રેરણું કર્યા કરતો હતો, મને ઉશ્કેર્યા કરતો હતો, પણ હું તે તદ્દન નિરધનીઓ થઈ ગયો હતો અને મારે પુણ્યદય મિત્ર
૧ જયપુર નગરે. ધનરશેખરને સસરા. અભિમાનથી બનશેખર બાપને કે સાસરાને ધરે ગયો નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org