________________
પ્રકરણ ૮ ]
ધનશેખરની નિષ્ફળતા.
૧૫૪૯
ન આપે. આવી મારી સ્થિતિ થઇ. જ્યારે દરેક બાબતમાં મને આવી રીતે નાસીપાસી જ મળવા લાગી ત્યારે મને ઘણું જ લાગી આવ્યું અને પછી તેા હવે કાંઇ કામ કરવું નહિ એવા નિર્ણય કરી સર્વે પ્રકારનાં કામેાથી હું નિવૃત્ત જ થઇ ગયા અને હાથ પગ જોડીને એસી રહ્યો.
સાગરના ઉપદેશ.
જ્યારે મેં કામધંધા છેાડી દીધા ત્યારે વળી મારે। સાગરમિત્ર પ્રગટ થઇ મને કહેવા લાગ્યા-મને ઉત્સાહ આપવા લાગ્યા ભાઇ ધનશેખર! તને હું તારૂં હિત થાય તેવા ઉપદેશ' આપું છું, તે તું અરાબર ધ્યાન રાખી સાંભળ.
ન વિવાષર્થ:, પ્રાથતે ધનરોલ !! अविषादः श्रियो मूलं यतो धीराः प्रचक्षते ॥
“ હું ધનશેખર! જે પ્રાણીઓ કંટાળેા પામી જાય છે તેમને ધન (કર્દિ ) મળતું નથી, તેથી સમજુ માણસ કહે છે કે કોઇ પણ મામતથી કંટાળવું નહિ એ જ ધન એકઠું કરવાનું મૂળ છે. ’
“ તેટલા માટે મરદ માણસે તે હમેશાં કંટાળા તજી દઈને ભાગ્ય ગમે તેવું પ્રતિકૂળ લાગે તે પણ પુરૂષાતન વાપરીને પૈસા કમાવા યન કરવા એ જ તેની ખરી મરદાનગી છે અને તેથી જ તેને લાભ મળે છે, બેસી રહેવાથી કે બીજી કોઇ રીતે સાચા લાભ મળતેા નથી, માટે ગમે તેમ કરીને પુરૂષાતન તેા ખરાખર બતાવવું. તને કેટલી વાત કહું ? પૈસા તા મેળવવા જ યોગ્ય છે; અને તે જરૂર પડે તે ખોટું પણ બાલીને, બીજાની પાસેથી ચારી પણ કરીને, મિત્રના દ્રોહ પણ કરીને, પેાતાની સગી માતાને પણ જરૂર પડે તેા મારી નાખીને, પિતાનું પણ ખૂન કરીને, સગા ભાઈનેા પણ ઘાત કરી દઇને, સગી બહેનના પણ નાશ કરીને, સગાઓના પણ વિનાશ કરીને અને સર્વ પ્રકારનાં પાપા પણ કરીને ગમે તે પ્રકારે પુરૂષે પૈસા તે પેદા કરવા જ, કમાવાજ અને એકઠા પણ કરવા જ. ધનનેા મહિમા આ દુનિયામાં કાંઇ એર પ્રકારના છે! ધનવાન માણસે ગમે તેવાં પાપ્ત કર્યાં હોય તેા પણ ધનના મહિમાથી તે લોકોમાં પૂજાય છે, લેાકેા તેની સેવાચાકરી
૧ અહીં સાગર હિતના ઉપદેશ આપે તે તેની નજરથી સમજવાના છે. સર્વ પાતપેાતાની ચલાવે છે અને સાગરનું હિત આવા ઉપદેશની સફળતામાં રહેલું છે એ સ્પષ્ટ છે.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org