________________
૧૫૪૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ નમાંથી કાંઈ મળશે એમ ધારી જમીન ખોદવા લાગ્યો પણ મારા હાથમાં તો ધૂળ જ આવી. (ખાણ ).
ત્યાર પછી વળી કઈ રાજાને મળીને તેની રજા લઈ મેં ધાતુવાદ (સોનું રૂપું રસાયણથી બનાવવાનો પ્રયત) આદર્યો અને તે દ્વારા ધન કમાવાને મેં પ્રયાસ કર્યો. પાષાણો વડે, મૂળીઓ વડે, માટી વડે અને પારાને મારીને તે ઉપર કેટલાએ પ્રયોગો કર્યા, અને તેની પાછળ દિવસો કાઢ્યા પણ મારા હાથમાં તો સોનાને બદલે ખારે આવ્ય, કઈ પણ પ્રકારનો લાભ થયો નહિ અને ઉલટી મહેનત માથે પડી. (ધાતુવાદ).
ત્યાર પછી ધન કમાવાની ઈચ્છાથી હું અનેક પ્રકારનું જુગટું રમવા લાગ્યો પણ તેમાં પણ મને જુગટીઆઓએ જીતી લીધો અને મને બાંધી માર મારીને મારાં હાડકાં ખોખરાં કર્યા. (જુગટું ).
મહા મુસીબતે જાગટીઆઓ પાસેથી છૂટીને હું વળી કઈ મહાત્મા પુરૂષને મળ્યો અને તેની પાસેથી રસપિકા કેવી રીતે પ્રાપ્ત થાય છે તે શીખી તેનું પુસ્તક લઈને રાત્રે હું રસકૂપિકાવાળી ગુફામાં દાખલ થયે અને જ્યાં રસ લેવાનો પ્રયત્ન કરું છું ત્યાં તે પિતાનું મોટું પૂંછડું ઉછાળ અને ભયંકર ગર્જના કરત સિંહ આવી પહોંચે, તેના ભયથી મને ઘણો ત્રાસ છે અને મહા મુસીબતે હું ત્યાંથી નાસી છૂટયો, માત્ર મરી ન ગયે એટલું સદ્ભાગ્ય! (રસસિદ્ધિ).
અહો અગૃહીતસંકેતા! તને હું કેટલી વાત કરું! તે વખતે ધન એકઠું કરવાની ઇચ્છાથી મેં અનેક પ્રકારનાં પાપકર્મો આદર્યો, અનેક ધંધાઓ કર્યા, પણ મારી સાથે પુણ્યોદય નહતું તેથી દરેક બાબત મને ઉલટી જ પડવા લાગી અને દરેકમાં હું લાભને બદલે કાંઈ કાંઈ મુશ્કેલીમાં જ પડવા લાગ્યો. પુણોદય વગર મારા એવા હાલ થયા કે મને ઘણું સખ્ત ભૂખ લાગી હોય તો પણ મને કઈ ભીખ પણ
૧ મૂળી અને ઉપયોગ ધાતુવાદમાં ઘણે થાય છે.
૨ રસકૂપિકા રસનો કૂવો હોય છે, તે ઉઘડે છે અને દેવાય છે. તેના સર્વ ક૯પ તેનાં પુસ્તકમાં હોય છે. એ પુસ્તક બહુ જરૂરી છે. રસકૂંપીને રસ શરીર પર પડે તો તે ગળી જાય છે, તેઢાપર પડે તો તેનું સેનું થઈ જાય છે–આવી તેના સંબંધી માન્યતા હતી.
૩ ગુજરાતીમાં કહેવત છે કે “નિભંગી માણસ છાશ લેવા જાય તેની ભેંસ મરી જય ” એવી વાત ધનશેખરને થઈ. ભાગ્ય વગર ગમે તેટલે ઉદ્યમ કરવામાં આવે તેનું કાંઈ ફળ થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org