________________
૧૫૪૦
ઉપમિતિ ભવપ્રપંચા થા. [પ્રસ્તાવ ૬ મિત્રના આગ્રહથી હું પણ તેના જ વહાણમાં તેની સાથે બેઠે.
વહાણમાં દાખલ થયા પછી યોગ્ય પ્રકારનાં મંગળ ભરદરિયે. કરવામાં આવ્યાં. સુકાનીએ પોતાનું સ્થાન લીધું,
સઢો ચઢાવવામાં આવ્યા, તેમાં પવન ભરાતાં અમારાં વહાણો ચાલવા માંડ્યાં. વહાણ ચાલતાં ચાલતાં આગળ વધતાં હતાં. તેવી રીતે કેટલાક દિવસો પસાર થયા અને અમે ભારત તરફ જવાને માટે રસ્તો પસાર કરી ગયા.
ભર સમુદ્રમાં સાગરમૈથુન પ્રેરણા ધન અને સીઉપર આક્રમણનિર્ણય,
હરિકમારનો સમુદ્રમાં કરેલે પાત, અહ અગ્રહીતસંકેતા! આવી રીતે અમે સમુદ્રમાં આગળ વધતા
હતા અને અમારી સફર આનંદપૂર્વક થતી હતી તે સાગરના વખતે મને પ્રેરણું કરનાર મારા પેલા બન્ને પાપી ઉછાળા. મિત્રો-સાગર અને મૈથુન એકી વખતે મારી પાસે
આવ્યા. પ્રથમ પાપી સાગરમિત્રે મારી ઉપર પિતાને દર ચલાવ્યું. તેણે મને જણાવ્યું કે અરે ! આવું રનથી ભરેલું વહાણું તે કઈ જતું કરે? એ તે કેમ જવા દેવાય! પાપી પ્રેરક સાગરની એવી આંતર શ્રેરણું ઉપર મેં મારા મનમાં વિચાર કર્યો કે અહીં મારા નસીબ તે ખરેખર ભારે જબરા છે! આ એક તે મારું પોતાનું વહાણુ રનથી ભરેલું છે અને વળી તેની સાથે આ બીજું પણ રનથી ભરચક થયેલું વહાણ મળશે. હવે તે મારા મનના મરથ કાંઈક પૂરા થયા ખરા ! એ વખતે વળી દુરાત્મા મૈથુનમિત્રે પણ મને પ્રેરણું કરી અને
મારા મનમાં ધનસંબંધી મહા પાપ ભરેલું હતું તેમાં મિથુનના દુષ્ટ બુદ્ધિને વધારે કર્યો. તેણે મને જણાવ્યું કે અરે આક્રમણ. ધનશેખર ! આ મયૂરમંજરી અત્યંત વિશાળ સ્તનવાળી,
વિશાળ આંખોવાળી, પાતળી કેડવાળી, મેટા નિતંબવાળી, ધીમે ધીમે હાથણીની જેમ ચાલતી અને લાવણ્યઅમૃતથી ભરેલી મહા સ્વરૂપવાળી ભામિની છે, એની જોડીની સ્ત્રી આ દુનિયામાં બીજી મળવી મુશ્કેલ છે, જ્યાં સુધી તે એને ભેગવી નથી ત્યાં સુધી તારે જન્મ વૃથા છે, જીવતર ફેકટ છે, સંસાર નકામે છે, માટે એ અતિ આકર્ષક ચક્ષુઓવાળી લલનાને તારે સર્વથી કિંમતી ગણવી અને ગમે તેમ કરીને તેને હાથ કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org