________________
પ્રકરણ ૭] ભરદરિયેથી રાજ્યસિંહાસને.
૧૫૩૯ હવે જ્યારે એની સાથે આટલે બધે સંબંધ થયો છે ત્યારે મારે શું કરવું? મારે તેની સાથે જવું જ પડશે, બીજો કોઈ ઉપાય નથી કે ન્હાનું કઢાય તેમ નથી. ઉપર પ્રમાણે વિચાર કરીને મેં કુમારને જવાબ આપે “ભાઈ ! તારી જેમ મરજી હોય તેમ કરીએ, એમાં મારે બેલવા જેવું શું છે?”
હરિકમારને મારા જવાબથી આનંદ થયે. પછી તેણે તુરત
મને કહ્યું “ભાઈ ! કઈ મજબૂત તૈયાર વહાણુ હમગુપ્ત તૈયારી. | જ ઉપડવાનું હોય તેવું શોધી લાવ. મેં રતનો
મેટ ભંડાર એકઠો કર્યો છે તે લઈને આપણે હમણું જ વહાણુમાં બેસી જઈએ.” કુમારનો નિર્ણય મેં માથે ચઢાવ્યું. તુરત જ હું સમુદ્રકિનારે ગયે અને મેં ઘણું મજબૂત સર્વ સામગ્રીથી સંપન્ન બે મેટાં વહાણો શોધી કાઢ્યાં. એક વહાણમાં હરિકુમારનાં રો ભરી લીધાં અને એક બીજા વહાણમાં મારાં રતો ઢગલાબંધ ભરી લેવામાં આવ્યાં.
એ સર્વ ગુપ્ત તૈયારીઓ ચાલતી હતી ત્યાં સાંજ પડવા આવી.
અંધારું થતાં બાકીના સંબંધીઓને ખબર ન પડે તેમ ચાલી નીકળ્યા. માત્ર રાણી મયૂરમંજરી અને ધાત્રી દાસી વસુમતીને
લઈને હું અને હરિકુમાર સમુદ્રકિનારે આવ્યા, ત્યાં આવીને વહાણના ખલાસી સર્વને બરાબર તપાસી લીધા, ઓટનો વખત પસાર થઈ ગયો, એટલે રમણુના લમણું જે પાંડુર રંગને ચંદ્ર ઉદય પામ્યા, અને તે જ વખતે સમુદ્રમાં મોટા ખળભળાટને લીધે જળના છના મોટા અવાજ સાથે ભારતી શરૂ થઈ. હરિકુમાર પોતાની પત્ની સાથે તેને માટે તૈયાર રાખેલા વહાણ પર બેઠે. હું મારી સારૂ તૈયાર કરી રાખેલા વહાણુમાં બેસવા જતો હતો તે વખતે હરિકુમારે મને કહ્યું “ભાઈ ધનશેખર ! તું પણ આ મારા વહાણમાં જ બેસી જા, મને તારા વગર એક ક્ષણ વાર પણ મજા આવે તેમ નથી, તારા વગર એક નિમેષ જેટલે વખત પણ હું એકલે રહી શકું તેમ નથી.”
૧ અહીં છે. જે. એ. સાયટિવાળા મૂળ ગ્રંથનું પૂ. ૯૦૧ શરૂ થાય છે.
૨ ઘડી રાત્રી ગયા પછી ચંદ્રને ઉદય થયો તેથી ચાલવાની તીથિ વદ પક્ષની ચોથ પાંચમ સંભવે છે. ચંદ્ર ઉદય થાય એટલે ભરતી શરૂ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org