________________
૧૫૩૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૬ યુક્તિથી હરિ પ્રાણુરક્ષા મિત્ર સાથે તેનું પલાયન,
વહાણમાં આનંદી સફર. ઉપર પ્રમાણે ઊંડે વિચાર રસ્તામાં જ મંત્રીએ કરી લીધો. કેટ
લીક બાબત તો તેના લક્ષ્યમાં રાજા સાથે વાત સુબુદ્ધિની કરતી વખત પણ આવી ગઈ હતી. ઘરે આવીને દ ક્ષ તા. તેણે પોતાને એક ખાસ નકર દમનક નામને હતો
તેને ટુંકામાં મુદ્દાસર સર્વ હકીકત સમજાવી દીધી અને શી હકીકત બની છે અને ભવિષ્યમાં શું થનાર છે તેની વિગતના સર્વ સમાચાર તેણે હરિ કુમારને છૂપી રીતે કહેવરાવી દીધા અને સાથે જણાવી દીધું કે “હે કુલભૂષણ મહાત્મા કુમાર ! તમારે મારા ઉપર મહેરબાની કરીને આ દેશ છોડીને ચાલ્યા જવું અને તેમ કરવામાં જરા પણ ઢીલ ન કરવી.” દમનકે આવીને સર્વ હકીકત હરિકુમારને કહી. એ સર્વ હકી
કત સાંભળતાં તેના પેટમાંથી પાણું પણ હલ્યું નહિ, વીરનિર્ણય મરવાની કે મામાની જરાએ બીક પણ લાગી નહિ, અને પ્રેમ. છતાં તેના મનમાં વૃદ્ધ મંત્રી સુબુદ્ધિ માટે ઘણું માન
હતું, તેથી તેના આગ્રહ અને વિનતિ ધ્યાનમાં લઈને સમુદ્ર ઓળંગી દરિયાપાર જવાને તેણે તુરત જ નિર્ણય કરી નાખ્યો. નિર્ણય કરવાની સાથે જ તેણે મને એકાંતમાં બોલાવ્યો. મારી પાસે અત્યંત વિશ્વાસપૂર્વક સર્વે હકીકત કહી બતાવી અને મને કહ્યું “રાજા મારા ઉપર તદ્દન ગેરવાજબી રીતે કપ પામ્યા છે અને મંત્રીએ મને સલાહના આકારમાં કહેવરાવી દીધું છે, આથી દરિયો ઓળંગીને મારે હવે હમણું જ ભારતવર્ષમાં (હિંદુસ્થાનમાં) જવું છે. ભાઈ ! તારો વિરહ મારાથી એક ક્ષણ વાર પણ સહન થાય તેમ નથી માટે ધનશેખર ! તું પણ મારી સાથે ચાલ, તૈયાર થા.” હરિકુમારનો આ નિર્ણય સાંભળી મેં મારા મનમાં વિચાર કર્યો
કે-અરે! આ મોટા માણસોની સાથે સંબંધ કરવાની સ્વાઈની મજા તો જુઓ ! મારે તે પ્રથમથી બને તેટલાં દ દિ. રવો એકઠાં કરવાં હતાં, તેમાં આ હરિકુમાર દરેક
પ્રસગે વચ્ચે નડ્યા જ કરે છે, જ્યારથી મારે એની દોસ્તી થઈ છે ત્યારથી મારી પ્રાપ્તિમાં એ વિઘભૂત જ થયું છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org