________________
૧૫૩૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ
નિશાનીઓ કરૂં, વળી મને એ જગ્યાએ રનો મૂકતાં કોઇએ જરૂર જોયા હશે એવી શંકા લાવીને પાછાં તે રત્નોને જમીનમાંથી કાઢી લઉં, વળી પાછાં તે રનોને બીજે સ્થાને જમીનમાં દાટું અને પાછે ત્યાં નિશાની અરાબર રાખું, ફરીવાર નિશાની તપાસું અને વળી તે સર્વ બાબતને વારંવાર જોયા કરૂં. વાત એટલે સુધી વધી પડી કે મને કોઇના વિશ્વાસ ન આવે, પવનનો પણ વિશ્વાસ ન આવે અને એવા ગેરભરોસાને પરિણામે મને રાત્રે ઊંઘ પણ ન આવે અને દિવસે પણ શરીરે ચેન ન પડે, સાગરમિત્રની અસરતળે ધન ઉપર મને આવા રાગ થા, ધન ઉપર આવી મૂર્છા થઇ, ધનસંબંધી આવા વિચાર। થયા. વળી વચ્ચે વચ્ચે કોઇ વખત જરા સમય મેળવીને હરિકુમાર પાસે જઇ આવું અને તેને રીઝવી આવું; બાકી આખા વખત ઘરે રહીને વધારે વધારે રણો એકઠાં કરવાની યોજના કર્યાં કરૂં. રત્નમાં મારી લગની લાગી ગઇ, રત્નપર મારૂં મન ચેાટી ગયું અને રનની વિચારણાનાં મને સ્વમાં આવવા લાગ્યાં. મારા મનમાં એવા વિચાર થયો કે આ રનીપુમાં જેટલાં રત્નો છે તેટલાં સર્વ એકઠાં કરીને પછી મારે ગામ (આનંદપુર) જઉં.'
Jain Education International
યોવન મૈથુનના પરસ્પર જ૫, મારી સાથે તેઓના સંબંધ, અંત:કરણનું આધિપત્ય મૈથુનને, ગાત્રનું સ્થાન યૌવનમિત્રને.
ભદ્રે ! આવી રીતે હું રતદ્વીપમાં રહેતા હતા તે વખતે મારા સંબંધમાં એક બીજો ઘણા જાવા જેવા બનાવ બન્યો તે હું તને કહી સંભળાવું છું તે તું ધ્યાન રાખીને સાંભળ. તારા ધ્યાનમાં હશે કે અગાઉ કર્મપરિણામ મહારાજાની મહારાણી જે આ ત્રણે ભુવનમાં કાલપરિણતિના નામથી બહુ સારી રીતે પ્રસિદ્ધ થયેલી છે તેની કેટલીક હકીકત તને જણાવી હતી. હવે એ મહારાણીના એ ખાસ નાકરે છે જેઓનાં નામ અનુક્રમે યૌવન અને મૈથુન છે. તે બન્નેની વચ્ચે એક વખત નીચે પ્રમાણે
વાતચીત થઇ.
મિત્રાની ગાડવણ.
૧ ધન મળવા માંડે છે ત્યારે પછી આખા ગામનું પાણી ઘર તરફ વાળવાની વૃત્તિ થાય છે. આ દરરેાજના અનુભવના વિષય છે.
૨ જીએ પ્રસ્તાવ ખીજો પ્રકરણ બીજું,
For Private & Personal Use Only
www.jainelibrary.org