________________
૧૫૨૮
ઉપમિતિ ભવપ્રપંચા યા.
હરિકુમારના પ્રેમ. પુણ્યાયથી આનંદ. મિત્રોના સંબંધ
અને અગૃહીતસંકેતા !! મારા ઉપર તે તે હરિકુમાર એટલા મ એહ રાખતા હતા કે મારાથી એક ક્ષણ વાર પણ તેનાથી દૂર રહેવાનું થાય તે તેને ગમતું નહતું અને મારે વિયોગ લગાર માત્ર પણ તે ઇચ્છતા નહાતા. મારી સાથે પુણ્યોદય નામનેા ભાગ્યશાળી અને સદ્ભાવપૂર્વક સાચા એહ રાખનાર મિત્ર હતા તેણે મારા તેની સાથે સંબંધ બરાબર જમાવી દીધા હતા અને તેને લઇને તેના સદ્ભાવ મને મળતા હતા અને એહ પણ મળતા હતા; તેની સાથે રહેતાં ઉપમા ન આપી શકાય તેવું વિષયસુખ ભોગવવા મળતું હતું, દેવતાઓને પશુ મળવા મુશ્કેલ એવા વિલાસનાં સાધના પ્રાપ્ત થતાં હતાં, ઉત્તમાત્તમ પુરૂષો પણ જેની ઇચ્છા કરે એવી સારી સાબત મને મળતી હતી, મારા જ્ઞાન અને સમજણુની શક્તિમાં પણ ઘણા વધારો થતા હતા, લોકમાં મારા યશના ડંકા બહુ જોરથી વાગતા હતા અને મારા ગૌરવમાં ખરેખર વધારો થતા હતા.
[ પ્રસ્તાવ ૬
સાગરમિત્રની અસર.
આવી સર્વ પ્રકારની મને અનુકૂળતાઓ અને સગવડો હેાવા છતાં મારા સાગરમિત્રની પ્રેરણાથી મારા મનમાં અનેક નવા નવા સંકલ્પવિકા થયા કરતા હતા. મને વિચાર આવતા હતા કે અહા! આ હરિકુમાર સાથે મારે દોસ્તી થઇ છે તે તે પૈસા પેદા કરવાની ભાઞતમાં ઘણી અડચણ કરનારી છે, મારા ગ્રહે ખરાખર સારા જણાતા નથી, આ તેા હાથે કરીને નકામેા અનર્થ ઊભા કર્યાં છે, આ હરિકુમારે તે મને વગર પૈસાના નાકર કરી લીધા છે, હું અહીં રન એકઠાં કરવા આવ્યો છું અને મારે જેટલાં તે એકઠાં કરવાની ઇચ્છા હતી તેટલાં
૧ સંસારીજીવ ( ધનશેખર ) પેાતાની વાર્તા અગૃહીતસંકેતા આગળ કહેતા ખેાલે છે.
Jain Education International
૨ અનુકૂળતા પુછ્યાયની કૃપાથી હતી પણ મનમાં ધનની આશા વધારે હતી. આવું લેાકમાં થયાં જ કરે છે; પણ પુણ્યાય દેખાતા નથી એટલે એ લાલ સર્વ પેાતાની શક્તિનેા છે એમ ધારવાની ગંભીર ભૂલ પ્રાણી કરે છે અને પછી જાણે અહીંથી કદિ જવું જ નથી એવી મેાટા પાયાપર મા માંડે છે. સાગરની ગેરણા ખાસ વિચારવા યાગ્ય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org