________________
પ્રકરણ ૬ ]
મૈથુન યૌવન મૈત્રી.
૧૫૨૭
“ અનેક માણસે। (તે અવસરે ) સુંદર રસપાનથી મસ્ત થઇ તેમાં લદબદ થઇ ગયા; અનેક લોકોને તેમની ઇચ્છા પ્રમાણે દાનમાં ધન આપવામાં આવ્યું; એ લગ્ન એવાં સુંદર થયાં કે દેવતાઓને પણ તેથી અત્યંત વિસ્મય અને આનંદ થયા; લોકો તે વખતે નાચવામાં ને ખાવાપીવામાં બહુ આનંદથી આસક્ત થઇ ગયા.
ત્યાર પછી ( તે અવસરે ) દેવગુરૂની મેટા આડંબરથી પૂજાએ રચવામાં આવી, સામન્ત લશ્કરીઓને બહુ માન આપવામાં આવ્યું, પ્રેમીવર્ગને હોંસેથી પહેરામણી કરવામાં આવી, રાજલોકોને પ્રસન્ન કરવામાં આવ્યા, પ્રધાનવર્ગને સંતોષ આપવામાં આવ્યો અને એવી રીતે સર્વ ઉચિત ક્રિયા કરવામાં આવી. એવી રીતે વિવાહના આનંદ સર્વત્ર પ્રસરી રહ્યો.
પ્રકરણ ૬
મૈથુન યૌવન મૈત્રી.
લકંઠ રાજાને મયૂરમંજરી પાતાના હૃદયથી પણ વધારે વહાલી હતી. એ સર્વાંગસુંદર પ્રેમી નિપુણ મયૂરર્મજરીને પેાતાની પત્ની તરીકે પ્રાપ્ત કરીને પેાતાના મિત્રોથી પરવરેલા હરિકુમાર અનેક પ્રકારના યોગ્ય આનંદ કરવા લાગ્યા અને તે વખતે રદ્વીપમાં તેની ઘણી વિખ્યાતિ થઇ. રાજા નીલકંઠને પુત્ર નહાતા તેથી તેના ભાયાત અને તેના આખા પરિવાર હરિકુમાર ઉપર ફીદા થઇ ગયા અને હરિકુમારમાં અનેક પ્રકારના ગુણા તેમને આનંદ આપતા હોવાથી તે સર્વ તેના તરફ વધારે વધારે ખેંચાતા ગયા અને આખરે વાત એટલે સુધી અની આવી કે આખું અંતઃપુર, લેાકેા અને રાજ્યમંડળ હરિકુમારના નામપર ફીદા થવા માંડ્યું, હરિના નામથી સંતેાષ પામવા લાગ્યું અને હરિ ઉપર વારી જવા લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org