________________
૧૫૨૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ
ભાવગ્રાહી
આ બન્ને ચિત્રો જોયાં પછી અને તેની નીચે લખેલી કવિતા વાંચ્યા પછી હરિકુમારના મનમાં વાત બેઠી કે અહા ! હરકુમાર. આ રાજકુમારીની કુશળતા ભારે જણાય છે! એ વળી રસીક ઘણી હોય તેમ પણ જણાય છે! એનામાં સારરહસ્ય ગ્રહણ કરવાની શક્તિ પણ ઘણી સારી હોય એમ એના ચાતુર્ય પરથી લાગે છે ! સાથે વળી પોતાના સાચા ભાવ અંતઃકરણથી અર્પણ કરવાની શુદ્ધ બુદ્ધિ તેની સ્પષ્ટ જણાઇ આવે છે! અને ખરેખર તેના મારામાં દૃઢ પ્રેમ હોય એમ પણુ ચોખ્ખું જણાઇ આવે છે. આ પ્રમાણે ધારવાનું કારણ એ છે કે એણે પ્રથમ છબીમાં વિદ્યાધર દંપતીને ચીતરીને પોતાના અંતઃકરણમાં ઊંડામાં ઊંડી શી અભિલાષા છે તે બતાવી આપી છે ( એની લગ્નભાવના કેવી છે એ પ્રથમ ચિત્રથી જણાય છે) અને બીજા ચિત્રમાં વિરહી રાજહંસીને ચિતરીને પેાતાની અભિલાષાવાળી વસ્તુ ન મળવાથી પોતાનામાં કેટલી દીનતા આવી ગઇ છે તે બતાવી આપ્યું છે. ચિત્રપટમાં એણે એવા સુંદર ભાવ ઉપજાવ્યો છે કે એટલાથી જ આ હકીકત સ્પષ્ટ થઇ જાય છે અને વળી એ અન્ને ચિત્રોની નીચે કવિતા ( દ્વિપદીખંડ ) મૂકીને તેણે તે જ ભાવાર્થને પૂરેપૂરા સ્પષ્ટ કર્યો છે.
કુમારે ત્યાર પછી પાતાની પાસે રહેલા મન્મથ વિગેરે મિત્રોને છખી મતાવી. મિત્રો તેા તેના મનની વાત જાણતા હતા. તેઓ એકદમ બેલી ઉઠ્યા, “ અરે ! કુમાર ! મિત્ર ! ઉઠ ઉઠે ! અને જઇને એ બાપડી રાજહંસીને જરા ધીરજ આપ, એનામાં શાંતિ પૂર અને એની ધારણા સ્થિર કર. કોઇ મરતું હોય તેની ઉપેક્ષા કરવી એ ઠીક ન કહેવાય. ” કુમારે જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે “ ભલે ચાલે, તેમ
કરીએ. ”
હરિમંજરી ત્યાર પછી સર્વે રાજભવને ગયા. બેંક પાતાની વહાલી મયૂરમંજરી પુત્રી અને મયૂરમંજરીના લગ્નમહોત્સવ ત્યાર આડંબરથી લગ્ન કરવામાં આવ્યા.
Jain Education International
લગ્ન.
નીલકંઠ રાજાએ ઘણા માનપૂહરિકુમારને આપી. હરિકુમાર પછી શુભ દિવસે થયા. મહુ
मधुमत्तविघूर्णितभूरिजनो, बहुलोकयथेप्सितदत्तधनः । सदामपिविस्मयतोषकरो, जननर्तनखादनपानपरः ॥
૧ ત્રાટક છંદ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org