________________
७५०
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ શરીરનાં સર્વ અવયવે તદ્દન જડ-સપ્ત થઈ ગયાં અને શેલરાજનો પ્રેરાયલે હું નિર્જન જંગલમાં ધ્યાન ધરતા એક મુનિની માફક મૌન ધારણ કરી રહ્યો.
હતાશ સુંદરીને આપઘાત, છેલ્લે કરેલો જાહેર એકરાર,
પતિમાં છેવટે શૈલનું જોર ભારે આ અણધારેલા, અભિમાનથી ભરપૂર કડક અને અડગ
નિશ્ચયવાળો જવાબ સાંભળીને આકાશમાં વિચારવાની આશા ટી. પિતાની ઉડવાની વિદ્યા ભૂલી ગયેલી જાણે વિ
ઘાધરી હાય, સમાધિ કરવાના યોગસામર્થ્યથી ભ્રષ્ટ થયેલી જાણે યોગિની હોય, પાણીમાંથી બહાર કાઢી અતિ તપેલી ભૂમિ ઉપર નાંખેલી જાગે માછલી હોય, પહેલા રત્રને ભંડાર પ્રાપ્ત કરીને પછી તેને ખોઈ બેઠેલી જાણે ઉંદરડી હોય, તેમ આશાના સર્વ બંધે ગુટી જતાં, તે નરસુંદરી એકદમ શેકસાગરમાં ડૂબી ગઈ અને મનમાં વિચાર કરવા લાગી કે-હે મારા નાથથી આવી રીતે સર્વ પ્રકારનો તિરસ્કાર પામેલી મારે જીવન ધારણ કરવાનું પ્રયોજન શું બાકી રહે છે? આવા જીવન કરતાં તો મરવું વધારે સારું. પોતાના મનમાં આ વિચાર કરીને નરસુંદરી મારા ભુવનમાંથી બહાર નીકળી.
હવે એ શું કરે છે એ જોઉં તો ખરે-એવા વિચારથી શેલ
રાજની સાથે ધીમે ધીમે પગ દેતો હું (રિપુદાણું) સૂર્ય અસ્ત. તેની પછવાડે ઘરથી બહાર નીકળી પડ્યો. તે વખતે
મારું દુષ્ટ વર્તન જોઈને તદ્દન ખેદમાં આવી ગયેલ સૂર્ય આ ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં ચાલ્યો ગયો (અસ્ત પામ્ય).
૧ વિઘા. બેલેષઃ (૧) વિવાધારી પક્ષે લડવાની શક્તિ; (૨) નરસુંદરી પક્ષે તેની રીઝવવાની શક્તિ.
૨ સમાધિગ, કલેષઃ (૧) ગિની પક્ષે યોગસમાધિ; (૨) નરસુંદરી પક્ષે મનની સમસ્થિતિ.
૩ તપેલી ભૂમિ. લે: (૧) માછલી પક્ષે ની જગ્યા: (૨) નરસુંદરી પક્ષે ઉકળાટ કરે તેવું સ્થાન
૪ રવભંડાર. કલેઃ (૧) દરડી પક્ષે રવને ભંડાર; (૨) નરસુંદરી પહે રનભંડાર જેવા પતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org