________________
પ્રકરણ ૫]
નરસુંદરીને, આપઘાત.
નરસુંદરીએ મને કહેવા માંડ્યું “મારા નાથ ! વલ્લભ ! વહાલા ! સ્વામી! મારા જીવન ! પ્રેમસાગર! આ અભાગણી સ્ત્રી ઉપર કૃપા કરે! શરણે આવેલા પર પ્રેમ રાખનાર ! મારા પ્રભુ ! આપના મનને જરા પણ દુ:ખ થાય એવું કામ ભવિષ્યમાં કદિ પણ કરીશ નહિ ! હે નાથ ! ત્રણ ભુવનમાં તમારા સિવાય મારે શરણ લેવા યોગ્ય બીજું કોઇ સ્થાન નથી.”
સતીની
પ્રાર્થના.
Jain Education International
આવી રીતે અત્યંત નમ્રપણે બાલતી અને ઉષ્ણુ અશ્રુધારાની વૃષ્ટિ કરતાં બે ચપળ નેત્રોવડે મારાં ચરણાને ભીંજાવતી નરસુંદરી ભારે પગે પડી. તેને આવી સ્થિતિમાં જોઇ મારા હૃદયની બહુ વિચિત્ર સ્થિતિ થઇ ગઇઃ નરસુંદરીનેા પૂર્વકાળના મારા પરને અપૂર્વ એહ સંભારતા મારું હૃદય કમળ જેવું કોમળ થઇ જવા લાગ્યું અને વળી શૈલરાજ(અભિમાન )ની તેનાપર નજર પડતાં તે પથ્થર જેવું કઠોર થઇ ગયું; જ્યાં સુધી મનપર પ્રિયા નરસુંદરી સંબંધી વિચાર આવતા ત્યાં સુધી હૃદય માખણ જેવું પાચું રહેતું અને જ્યાં મનમાં શૈલરાજને વિચાર આવતા ત્યાં પાછું વજ્રથી પણ વધારે સખ્ત થઇ જતું હતું-આવી રીતે મારૂં મન તે વખતે ખરાખર હીંડોળે ચઢ્યું તેથી મારે કરવા યોગ્ય શું છે અને શું નથી તેમા જરા પણ ચેાગ્ય નિશ્રય કરવાની સ્થિતિમાં તે રહી શક્યું નહિ. આખરે મેહરાજાની મારા પર વધારે અસર થઇ અને પેલા શૈલરાજને વહાલા કરી તે દીન આળિકા નરસુંદરીનેા મેં તિરસ્કાર કર્યાં. “ અરે પાપિણી ! ચાલ, જા, નીકળ, આવી ઉપર ઉપરનું બાલવાની ખાટી ચતુરાઇ છેોડી દે, એવા વચનના આડંબરથી તું આવા રિપુદારૂણ જેવા મહાપુરૂષને છેતરી શકીશ નહિ તે તારે ચાસ સમજવું. તું સર્વ કળાઓમાં ઘણી હુંશિયાર છે તેથી બીજાને છેતરવામાં ઘણી જ ચાલાક હોઇશ એમાં શક નથી, પણ મારા જેવા મૂખૌને તેા કર્દિ છેતરી શકીશ જ નહિ. જ્યારે તારી જેવી વિદુષીને હસવાનું સ્થાન હું થઇ પડ્યો ત્યારે પછી હવે તું ગમે તેટલું આડું અવળું બેલે તેમાં શું વળે? હું તારા નાથ કેવી રીતે થઇ શકું તે તે તું વિચાર.”
આ પ્રમાણે અતિ કડવાં વચન હું બેાલી રહ્યો તે વખતે મારાં
પ્રેમ અને
માન વચ્ચે.
૧ વક્રોક્તિમાં આ પ્રમાણે ખેલે છે.
.
૭૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org