________________
૪૮
ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૪ અહાહા ! અગ્રહીતસંકેતા! આવી રીતે જ્યારે મેં પાપી શિલરજાની અસરતળે મારી માતાને પગથી લાત મારી અને તેને માટે તિરસ્કાર કર્યો ત્યારે તે સમજી ગઈ કે હું મારે આગ્રહ મૂકી દઈ કરેલા નિશ્ચયમાં ફેરફાર કરું તેમ નથી. આથી તે બાપડી તદ્દન નિરાશ થઈ ગઈ અને આંખોમાંથી આંસુ પાડતી જેવી આવી હતી તેવી પાછી ચાલી ગઈ અને જઈને નરસુંદરીને સર્વ બનાવ યથાસ્થિત કહી સંભળાવ્યો. એ હકીકત સાંભળીને જાણે તેના ઉપર વજપાત થયો હેય નહિ તેમ મૂછ ખાઈને નરસુંદરી જમીન પર પડી. તેના પર ચંદનના અને શીતળ જળના ઉપચાર કર્યા અને પંખાવડે પવન નાંખે. એટલે કેટલીક વારે તેને જાગૃતિ (શુદ્ધિ) આવી પણ તુરત જ તે માટે સ્વરે રડવા લાગી.
નરસુંદરીની જાત સમજાવટ, અત્યંત નમ્રતા સાથે પ્રેમભિક્ષા.
રિપુદારૂણનો અભિમાની જવાબ. નરસુંદરીને રડતી જોઈ માતા (સાસુ) વિમલમાલતી બેલ્યા “દી કરી! શું કરવું? એ પુત્ર તે ખરેખર વજ જેવા કઠણ હૃદયનો થયે છે, પણ છતાં તું રડ નહિ, શોક છોડી દે. હવે તે મન જરા મજબૂત કરીને એક છેવટને ઉપાય અજમાવ. તું જાતે જ પતિને સમજાવવા માટે જા. તું જાતે જઈશ તો જરૂર તેનું પ્રથમ તારા તરફ જે હૃદય હતું તે પાછું આવશે અને તેથી કદાચ તે તારા ઉપર કૃપા કરશે, કારણ કે કોધી પુરૂષનાં દદય નમ્રતાથી વશ કરી શકાય છે. એવી રીતે કરતાં પણ જે તે તારા ઉપર પ્રસન્ન ન થાય તે પણ તને મનમાં એટલી અબળખા તે નહિ રહી જાય કે એક છેવટને ઉપાય જાતે ન કર્યો. લેકેમાં પણ કહેવાય છે કે પોતાના પ્રિય પુરૂષને સારી રીતે સમજાવવાથી તેની સાથે પ્રેમમાં ભેદ થતું નથી અને તે સંબંધમાં પ્રયત્ન ન કર્યો એ ઓરતે રહેતા નથી. - નરસુંદરીએ પોતાની સાસુની આજ્ઞા માથે ચઢાવી અને તુરત જ મને રાજી કરવાના હેતુથી મારી પાસે આવવા ચાલી નીકળી. નરસુંદરીનું મારી પાસે આવ્યા પછી શું થાય છે તેને વિચાર થવાથી તેની પછવાડે ગુપ્ત રીતે મારી માતા પણ નીકળી આવી. નરસુંદરી મારી પાસે મારા ભુવનની અંદર આવી; બહારના દરવાજા નજીક માતા વિમલમાલતી ગુપ્ત રીતે ઊભી રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org