________________
૭૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
હાથણી હાય, જાણે પાણી પાઈને પ્રફુલ્લ કરેલી વેલડી હાય, જાણે અમૃતરસનું પાન કરીને તૃપ્ત થયેલી નાગદેવની પત્ની હાય, આકાશના વાદળનાં આવરણા ખસી ગયા પછી સુંદર શાભતી જાણે ચંદ્રમાની લેખા હોય, પતિથી છૂટી પડી ગયેલી ફરીવાર પતિને મળતી જાણે ચક્રવાકી હાય, તેમ એકદમ આનંદસાગરમાં ડૂબી ગઇ અને જેનું વર્ણન ન કરી શકાય તેવી સુંદર અવસ્થાના અનુભવ કરતી એકદમ શય્યામાંથી બેઠી થઇ, મારે પગે પડી અને બોલી કે આપની માટી કૃપા થઇ ! આપના આવા વચનથી મારા ઉપર મોટા અનુગ્રહ થયા. માટે આપ જરૂર એક વાર તસ્દી લઇ મારા પતિ મને અનુકૂળ થાય એવું કરી આપેા, ત્યાર પછી સ્વપ્રમાં પણ-એકવાર પશુજો હું મારા નાથને પ્રતિકૂળપણે વસ્તુ તે પછી આખી જીદગી સુધી તમે મારી સાથે ખેલશેા નહિ, મારી સામું પણ જોશે નહિ. હું તમને ખાત્રી આપું છું કે હું સર્વ રીતે આર્યપુત્રને અનુકૂળ જ રહીશ.' મેં નરસુંદરીને કહ્યું કે • જો એમ છે તા હું હમણાં જ જઉં છું.’નરસુંદરીએ ફરી વાર મારો આભાર માન્યો. પુત્ર! આ પ્રમાણે હકીકત હાવાથી હું તારી પાસે આવી છું.
“પુત્ર ! વાતના સાર એ છે કે તારી તેના તરફ પ્રતિકૂળતા છે એમ માલૂમ પડવાથી એ બાપડી સળગી જાય છે—મળી જાય છે અને જ્યારે તે એમ જાણશે કે તું તેને અનુકૂળ થયા છે ત્યારે તે રાજી રાજી થઇ જશે; કુમારને (તને) તે વહાલી છે એમ સાંભળશે તે તેના મનમાં અમૃતપાન કરવા જેટલો આનંદ થશે અને કુમારને તે પસંદ નથી, તેના તરફ પ્રેમ નથી એમ જાણશે તેા મહા નારકીનું દુઃખ અનુભવશે; તારો તેના ઉપર હજી જરા પણ રાષ રહ્યો છે એમ તે જાણશે તે ખાપડી મરી જશે અને તને હવે તેના તરફ સંતાષ થયા છે એમ જો તે હકીકત જાણશે તેા જ તે જીવી શકશે. કદાચ નાની ઉમર અને અણુસમજ હોવાથી એહના વશથી એ આપડીએ કાંઇ ભૂલથી તારો અપરાધ કર્યાં હાય તેા તેના પ્રેમ ખાતર તારે સર્વની માફી આપવી જોઇએ.
૧ મદ નરહાથીને ઝરે છે, હાથણીને ઝરતા હેાય એમ જાણવામાં નથી. ૨ સંસારીજીવ કહે છે કે મારી રિપુદારૂના ભવની માતા મારી પાસે આ પ્રમાણે નરસુંદરીની સ્થિતિ જણાવતાં મને સમજાવતા હતા. હજુ માતા વિમલમાલતીનું સંભાષણ ચાલુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org