________________
પ્રકરણ ૫]. નરસુંદરીને આપઘાત.
૭૪૫ ખાઈ જવાની તૈયારીમાં હોય, મેટો મગરમચ્છ જાણે તેને ગળી જતો હોય, મોટે પર્વતને ભાર જાણે તેના પર પડતો હોય, યમદેવની કાતરથી જાણે કપાઈ જતી હોય, કરવતથી જાણે વેરાઈ જતી હોય, નરકની સખ્ત અગ્નિમાં જાણે રંધાઈ જતી હોય તેમ શા ઉપર આ પડખેથી પિલે પડખે અને પેલે પડખેથી આ પડખે પછાડા મારતી આળોટવા લાગી. તેની આવી સ્થિતિ જોઈને મેં ( વિમલમાલતીએ) તેને પૂછવું “અરે નરસુંદરિ! તને આવો સખ્ત દાહર શા કારણે ઉત્પન્ન થયે તે કહે?” મારે આવો પ્રશ્ન સાંભળીને બાપડીએ ઊંડે નિસાસો નાખે પણ કાંઈ જવાબ દઈ શકી નહિ. એટલા ઉપરથી પુત્ર! મેં મારા મનમાં વિચાર કર્યો કે એને કે મનની પીડા હોય એવું જણાય છે. નહિ તે મને પણ બરાબર ખુલાસા સાથે વાત કેમ ન કહે? મારા એવા વિચાર પછી મેં ઘણે જ આગ્રહ અને દબાણ નરસુંદરીપર કર્યા ત્યારે જે હકીકત બની હતી તે ઘણું સાદા આકારમાં નરસુંદરીએ મને કહી સંભળાવી. પછી એના શરીરે ટાઢા ઉપચાર કરવા સારૂ કદલિકા દાસીની યોજના કરીને મેં નરસુંદરીને કહ્યું
જે એમ જ છે તે તું જરા ધીરજ રાખ, અત્યારે તને જે આટલો બધે ખેદ થઈ આવે છે તે મનમાંથી દૂર કર અને હિંમત રાખ. હું અહીંથી હાલ તુરત જ રિપુદારૂણ પાસે જઉં છું અને ગમે તેમ કરીને તે તને અનુકૂળ થઈ આવે એમ કરી આપીશ, પછી તારે કાંઈ વાંધો છે? પણ જે, તને એક વાતની ખબર નહિ તેથી આ બધો ગોટાળો થયો હોય એમ મને લાગે છે અને તે હકીકત એ છે કે મારા દિકરામાં (રિપુદારૂણમાં) માનને લઈને મોટાઈ કાંઈક વધારે આવી રહેલી છે તેથી તેની વિરૂદ્ધ ભાષણ કરવામાં અથવા તેને ચીડવવામાં કાંઈ ભાલ નથી. હવે તેની આ ખાસીઅત તારા ધ્યાનમાં આવી છે તે હવે જીવતાં સુધી કદિ પણ તેને ન પસંદ આવે તેવું વાણી કે વર્તનથી કઈ પણ આચરણ તારે કરવું નહિ અને જાણે તે તારે પરમાત્મા હોય તેમ ગણીને તેની આરાધના કરવી. મારાં આવાં વચન સાંભળીને એ નરસુંદરી જાણે વિકાસ પામેલી કમલિની હોય, જાણે ફૂલ આવેલી ડેલરની લતા હોય, જાણે પાકીટસ થઈ જવાથી રમ્ય થઈ ગયેલી આંબાની માંજર હોય, જાણે મદ ઝરવાથી અતિ સુંદર લાગતી
૧ આ પ્રમાણે નરસુંદરીની સ્થિતિ થઇ એમ વિમલમાલતી રિપદારૂણને કહે છે-એ રિપુદારૂના ભવસંબંધીની સર્વ વાર્તા સંસારીજીવ અગ્રહીતસંકેતા પાસે કહી બતાવે છે અને સામે સદાગમ બેઠા છે અને બાજુમાં પ્રજ્ઞાવિશાળા અને ભવ્યપુરૂષ બેઠા છે. આ વાત ખ્યાલમાં રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org