________________
७४४
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ મનને તાપ ઓછો કરવા હું પલંગ પર પડયો. પલંગ પર પણ મને બગાસાં આવવા લાગ્યાં, આખું શરીર ભાંગવા માંડ્યું અને ખદિરના બળતા કાષ્ટની વચ્ચે એક માછલાને મૂક્યો હોય તેમ ચારે તરફથી બળી ઝળી જતો પલંગ પરથી હું ઉઠવા લાગ્યો. એટલામાં મારી માતા વિમલમાલતી અત્યંત દીલગીરીથી ભરેલા ચહેરા સાથે મારા ભુવનમાં મારી પાસે આવી.
માતા વિમલમાલતીની સમજાવટ, તેણે કરેલ નરસુંદરીની અવસ્થાનું વર્ણન,
અને છેવટે સાધુ પુરૂષના વર્તનપર વિવેચન, મારી માતાને મારી પાસે આવતી જોઈને મારા મનમાં જે ચિંતા હતી અને તેને જે આકાર મારા ચહેરા પર દેખાતો હતો તે મેં છુપાવી દીધો. મારી માતા પિતાની મેળે ભદ્રાસન પર બેસી ગઈ. હું પણ પલંગ પર જ બેસી રહ્યો. મારી માતાએ વાત શરૂ કરી “ભાઈ! પેલી બાપડી નરસુંદરીને તે આકરા વચને કહી તિરસ્કાર કરીને હાંકી મૂકી તે જરા પણ ઠીક ન કર્યું. જે સાંભળ. અહીંથી તે ગઈ ત્યાર પછી તે બાપડીને શું શું થયું તે હું કહી બતાવું છું.” મેં જવાબમાં કહ્યું “જે કહેવું હોય તે કહો
પછી મારી માતાએ વાત ચલાવી. “ અહીંથી નરસુંદરી ગઈ ત્યારે આંખમાં આવેલા અશ્રુની ધારાથી તેના ગાલ ભરાઈ ગયેલા હતા. આવી અવસ્થામાં મેં તેને જોઈ. એ પણ રડતી રડતી આવી મારે પગે પડી. મેં કહ્યું “અરે નરસુંદરી ! આ શું? તે બાપડીએ જવાબમાં કહ્યું “માતાજી ! કાંઈ નહિ ! એ તો મારા શરીરે દાહજ્વર (સખ્ત તાપ) થઈ આવ્યો છે તેની પીડા થાય છે. આટલા ઉપરથી
જ્યાં વધારે પવન આવે તેવા સ્થાન પર હું તેને લઈ ગઈ અને તેને માટે ત્યાં પલંગ બિછાવ્યો અને તેને ત્યાં સુવાડી હું તેની પાસે બેઠી. તે વખતે જાણે મોટા મુદ્રર વડે કે તેને મારતું હોય, સખ્ત અગ્નિમાં જાણે તે બળી જતી હોય, જંગલને ભયંકર સિંહ જાણે તેને
૧ ખદિરનાં લાકડાંને તાપ સર્વ લાકડા (fuel)થી વધારે હોય છે.
૨ અહીં નરસુંદરીની અવસ્થા વર્ણવી છે તે પ્રસંગે શરીરની અને મનની સ્થિતિ થાય તેવી સ્થિતિ બતાવી છે. વસ્તુ અને ક્રિયાપદ એવા યુક્તિસર ગોઠવ્યાં છે કે તે સ્થિતિને સ્પષ્ટ ખ્યાલ આવી જાય, ધાતુઓ લાગુ પડતા છે તે પર ધ્યાન ખેંચવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org