________________
૭૪૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ નરસુંદરી – આર્યપુત્ર! જે તેમ જ હતું તે હજુ પણ મને આપની પાસેથી કળાકલાપનું સ્વરૂપ સાંભળવાની ઘણું પ્રબળ ઇચ્છા છે. મારા ઉપર મોટી મહેરબાની કરીને કળાઓ સંબંધી સર્વ હકીકત મને કહી સંભળાવે.”
નરસુંદરીનો આવો સવાલ સાંભળીને મારા મનમાં એમ થયું કે આ નરસુંદરીને પોતાની પંડિતાઇનું ઘણું જ અભિમાન જણાય છે અને તેથી તે મારે પરાભવ કરી મને હલકે પાડવાની ઈચ્છાથી મારી હાંસી કરે છે. આ વખતે શેલરાજે પોતાનો અવસર સાધીને ગુપ્ત રીતે દેખાવ આપી દીધો અને સ્તબ્ધચિત્ત નામના લેપને મારા હૃદય ઉપર એકદમ પિતાને હાથે ચોપંડી દીધો. લેપ લાગ્યા પછી વળી મેં વધારે વિચાર કર્યો કે ખરેખર ! આ નરસુંદરી જાણે પોતે કેવીક પંડિતા હોય એમ માનીને મારે પરાભવ કરી મારી મશ્કરી કરવા તત્પર થઈ છે તો એ પાપિણીને અહીં રાખવાથી શું ?
નરસુંદરીને તિરસ્કાર, ઉપરની સર્વ બાબતનો વિચાર કરતાં તથા મારા હૃદય પર લેપ લગાડતાં જરા પણ વખત લાગ્યો નહિ. એક ક્ષણમાં સર્વ વિચારે મારા મનમાં આવી ગયા અને સ્તબ્ધચિત્ત લેપ પણ લાગી ગયો. મેં શૈલરાજની ધૂનમાં તુરત જ અત્યંત તિરસ્કારથી નરસુંદરીને કહ્યું “અરે પાપી ! રંડા! કુટિલા ! ચાલ, નીકળ અહીંથી! મારી નજર પાસેથી એકદમ દૂર થા! મારા રાજમહેલમાંથી બહાર નીકળ! તારા જેવી મોટી વિદ્વાન અને પિતાની જાતને પંડિતા માનનારી સ્ત્રીને મારા જેવા મૂર્ખ માણસ સાથે રહેવું શોભે નહિ.”
તિરસ્કૃત સુંદરીની સ્થિતિ. મારાં આવાં વચન સાંભળવાથી એકદમ ગભરાટમાં પડી જઈને નરસુંદરીએ મારી સામું જોયું. તેને તુરત જ જણાયું કે અગાઉ મારે તેના તરફ પ્રેમ હતું, પરંતુ તે વખતે તે હું માનભટના તાબામાં પડી ગયો હતો અને કોઈ પણ રીતે તેના તરફ આકર્ષાઉં તે પ્રકાર જતે નહે. તેથી તે વખતે જાણે મંત્રથી હણાઈ ગયેલી નાગણી
૧ આખી વક્રોક્તિ છે.
૨ નાગણીનું જોર ઘણું હોય છે, પણ ગારૂડી મંત્રથી તેનું જોર તદ્દન નરમ પડી જાય છે એવી લોકકથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org