________________
પ્રકરણ ૪] નરસુંદરીને પ્રેમ-તિરસ્કાર.
૭૪૧ સીધે જવાબ આપશે તે હું જાણીશ કે આર્યપુત્રને મારા ઉપર ખરેખર સાચો એહ છે અને જે તેને સીધો જવાબ નહિ આપે તે પછી તેમનો અભિપ્રાય શો છે તે મારા જાણવામાં બરાબર આવી જશે.
અભણ અભિમાનીના ગેટ. આવી રીતે વિચાર કરીને પ્રેમપરીક્ષા કરવા સારૂ નરસુંદરીએ
મને એક દિવસ પૂછયું “વહાલા! આર્યપુત્ર! તે ગોટાળઆ દિવસે જ્યારે રાજસભામાં તમારી સાથે પ્રથમ વાતજ વા બ.
ચીત થઈ ત્યારે તમારે શરીરે શી અડચણ થઈ આવી
હતી?—” આ યુક્તિસર સવાલ નરસુંદરીએ મને પૂછો. તે વખતે પિતાનો અવસર બરાબર જાણીને મૃષાવાદે પોતાની
ગશક્તિને મારા ઉપર બરાબર પ્રયોગ કર્યો. તે અદૃશ્ય થઈને ખાનગી રીતે મારા મુખમાં પેસી ગયે. જવાબમાં મારા મૃષાવાદ મિત્રની પ્રેરણાથી મેં કહ્યું “તમને મારે માટે તે વખતે શું લાગ્યું હતું તે તમે જ કહોને !”
નરસુંદરી—“આર્યપુત્ર! હું તે તે વખતે બરાબર હકીકત જોઈ શકી નહોતી તેમ જ જાણી પણ શકી ન હતી; તે વખતે મારા મનમાં એટલી શંકા ઉત્પન્ન થઈ હતી કે આર્યપુત્રને શરીરે કઈ સાચી અડચણ થઈ આવી છે કે કળાકલાપમાં કુશળતા આર્યપુત્રમાં (આપનામાં) નથી તે છુપાવવા ખાતર ખાલી હાનું કાઢ્યું છે !”
રિષદારૂણ–સુંદરી ! તારે એ વિચાર કરવાનું કાંઈ પણ કારણ નથી. મારા હૈયા ઉપર સર્વ કળાએ તે તરી રહેલી છે. એ બાબતમાં જરા પણ વધે છે જ નહિ અને હતો પણ નહિ. વળી મારે શરીરે તે વખતે કઈ ખાસ અડચણ પણ થઈ ન હતી. મારા પિતા માતાએ મારા પરના ખોટા મેહથી તે વખતે ખાલી નકામી ધમાધમ કરી મૂકી. એવી નકામી ધાંધલને લીધે હું સ્થિર થઈને બોલ્યા ચાલ્યા વગર બેસી રહ્યો.” આ હકીકત સાંભળીને નરસુંદરીને મનમાં ખાત્રી થઈ ગઈ કે-હું મુદ્દાની બાબતમાં ચોક્કસ ગોટા વાળું છુંતેથી તેણે વિચાર કર્યો કે-અહો ! આર્યપુત્ર મને કેવી છેતરે છે! એને એમ કરવામાં જરા શરમ પણ આવતી નથી! કેવી ધીઠાઈ! એને પોતાને માટે કેટલું અભિમાન છે અને મનમાં પિતાને કેટલા મેટા માને છે! પછી તેણે વાત આગળ ચલાવી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org