________________
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ જ
અભિમાન હતું અને હાલ આવી નિપુણ કન્યા પ્રાપ્ત કરીને પાશ બીજા પ્રકારના અભિમાનથી અંધ થયા છે. લેાકેામાં કહેવાય છે તે બરાબર જ છે કે ‘એક તે જાતે 'વાંદરો અને વળી તેના વૃષણુપર વીંછીએ ચટકો માર્યો ! પછી તેના તાફાનમાં કહેવું શું ? ખરેખર! આવા ગધેડાને હાથણી જેવી સર્વ અવયવે સુંદર નરસુંદરી જેવી પત્ની ઘટે નહિ !! વિધાતા ખરેખર વિચિત્ર રીતે કામ કરે છે!”
૭૪૦
સુંદરીની પ્રેમપરીક્ષા, સુંદરીના કળાવ્યામાહ સાધારણમાં વાત વટકી,
એક દિવસ નરસુંદરી જેનું ચિત્ત સદ્ભાવથી ભરપૂર હતું તેણે પેાતાના પતિના પાતાપર કેવા પ્રેમ છે તેની પરીક્ષા પ્રેમની કસાટ. કરવાના વિચાર કર્યો. તેને મનમાં એમ થયું કે રિપુદારૂણના મારા ઉપર ખરેખર સાચા એહ છે કે નહિ તે જોવું જોઇએ. અમુક માણસને આપણા ઉપર બરાબર એહ છે કે નહિ તે છુપી વાત કહેવાથી જણાઇ આવે છે. એને કાંઇક ગુપ્ત હકીકત પૂછું, પછી તે તેને ખરાખર જવામ આપે છે કે કાંઇક છુપાવે છે તેથી પણ તેનેા મારા ઉપર એહબંધ કેવા પ્રકારના છે તે જાણવામાં આવી જશે. આ પ્રમાણે નરસુંદરીએ વિચાર કર્યાં. ત્યાર પછી વિચાર કરતાં કરતાં નરસુંદરીને યાનપર એક વાત આવી કે કોઇ ખરેખરી ગુહ્ય હકીકત પતિને પૂછવી. છેવટે તે નિશ્ચયપર આવી ગઇ. તેને યાદ આવ્યું કે પેાતાના પતિ સુંદર શરીરવાળા છે પણ રાતા અશોક વૃક્ષની પેઠે સર્વ કળાઓમાં કુશળતા મેળવવારૂપ ફળથી તદ્દન રહિત છે, કારણ કે જ્યારે હું આ સિદ્ધાર્થ નગરમાં આવી અને સભા સમક્ષ તેમની પરીક્ષા કરવાની શરૂઆત થઇ તે વખતે પાતામાં કોઈ પણ પ્રકારનું વિશેષ જ્ઞાન ન હેાવાને લીધે તેમના મનમાં જે ભય થઈ આવ્યા હતા તે સ્પષ્ટ રીતે તેમના શરીરપર જણાઇ આવતા હતા. હવે ત્યારે મારે આર્યપુત્રને એવા જ સવાલ પૂછવા કે તે દિવસે તેમને મનમાં એટલા બધા ક્ષેાભ થઇ આવ્યો તેનું કારણ શું? જો એના એ
૧ વાંદરાને વૃષણપર વીંછી ચટકાવે ત્યારે તે બહુ ગાંડા થાય છે, મઢ ને વળી મદિરા પીએ-એના જેવું તેાફાન નમે છે.
૨ અોક વૃક્ષ બહુ મેાટું અને દેખાવમાં આંબા જેવું સુંદર હેાય છે, પણ તેને ફળ હાતાં નથી. પતિ (રિપુદારૂણ) પણ રૂપાળા છે પણ અભણ ઇંટાળા છે, કળારૂપ ફળ વગરના છે. શ્લેષ બહુ સુંદર અને બંધબેસતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org