________________
૭૩૮
ઉપમિતિ ભવપ્રપંચા થા. [પ્રસ્તાવ ૪ ઉત્પન્ન કર્યો, અમારા બન્નેની સારી રીતે દસ્તી પણ જામી ગઈ, તેને લઈને આનંદના અનેક પ્રસંગે તેણે અમને ઉત્પન્ન કરી આપ્યા, અમારા
પ્રેમમાં વધારે કરી આપે અને અમારા ચિત્તને દંપતી. અરસ્પરસ મેળવીને અમને અગાધ આનંદસાગરમાં ને પ્રેમ. ડૂબકીઓ મરાવી. જેવી રીતે સૂર્યે પોતાની પ્રભા
(કાંતિ–તેજ)ને એક જરા પણ દૂર મૂકે નહિ, અથવા તો જેમ ચંદ્રમા પિતાની ચંદ્રિકાને એક ક્ષણ પણ વિલી મૂકે નહિ અથવા તે શંકર જેમ પાર્વતીને એક પળ પણ દૂર કરે નહિ તેમ હું મારી વહાલી નરસુંદરીને એક ક્ષણવાર પણ દૂર રાખતો નહિ. એ મુગ્ધા નવોઢા સુંદરી પણ ભ્રમરીની પેઠે મારા મુખ રૂપ કમળના રસને સ્વાદ લેવામાં એટલી બધી આતુર રહેતી કે કેટલો વખત પસાર થયો છે કે થાય છે તેનું પણ તેને ભાન રહેતું નહિ.
પ્રેમને અંગે મિત્રોની અદેખાઈ.
પ્રેમને છેદ કરાવવાનો સંકેત મારી અને નરસુંદરી વચ્ચે આ સુંદર આકર્ષક પ્રેમભાવ અને ખેંચાણકારક એહબંધન કે જે સાધારણ રીતે દેવોને પણ દુર્લભ હોય છે તેને જોઈને ઉપર ઉપરથી મારા મિત્ર તરીકે જાણીતા થયેલા પણ પરમાર્થ મારા ખરેખરા દુશ્મન પિલા મૃષાવાદ અને શેલરાજના હદયરૂપ અગ્નિમાં તેલ હેમાણું. તેઓ તે વિચાર કરવા લાગ્યા કે આ વળી નવું સાલ કયાંથી આવ્યું? એણે તો મિત્ર રિપુદારણને વશ કરી લીધો ! હવે એ પાપી રિપુદાર અને મુગ્ધા નરસુંદરીને વિયેગ કેવી રીતે થાય તેની બરાબર યોજના કરવી જોઈએ. એ વિચારને પરિણામે શૈલરાજે મૃષાવાદને કહ્યું “ભાઈ મૃષાવાદ ! તું હાલ નરસું
દરીની સાથે જોડાઈ તેના મનમાં વિક્ષેપ ઉત્પન્ન કર, પ્રેમચ્છેદનો સંકેત. ત્યાર પછી જ્યારે બરાબર અવસર આવશે ત્યારે
એ બાબત પાર પાડવા માટે હું પણ યોગ્ય ભાગ લઈશ. જ્યારે મારા જેવો પ્રેમને વિયેગ કરાવવાનું કામ હાથમાં લે ત્યારે પછી પ્રેમબંધન, કેવું અને વાત કેવી?” તુરત જ મૃષાવાદે જવાબમાં કહ્યું “ભાઈ શૈલરાજ ! તારે વળી મારા જેવાને વારંવાર ઉત્સાહ આપવાની કે પ્રેરણું કરવાની તે જરૂર હોય? તું જઈશ એટ
૧ અભિમાન અને પ્રેમ એકીસાથે રહી શકતા નથી, કારણું અભિમાન ઇર્ષ્યા ઉત્પન્ન કરે છે અને ઈર્ષાથી પ્રેમપર ફટકો પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org