________________
19૩૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ यदा येनेह यल्लभ्यं, शुभं वा यदि वाऽशुभं ।
तदाऽवाप्नोति तत्सर्व, तत्र तोषेतरौ वृथा ॥१॥ આ દુનિયામાં જ્યારે જે પ્રાણીને અમુક વસ્તુ પ્રાપ્ત થવાની હોય છે તે વસ્તુ સારી અથવા તે ખરાબ ગમે તેવી હોય પણ તે વખતે તેને તે જરૂર મળે છે, માટે તે સંબંધમાં સંતોષ ધારણ કરે કે અસંતેષ ધારણ કરવો એ તદ્દન નકામે છે. કાલનિવેદકનાં આવાં વચન સાંભળીને મારા પિતાએ (નરવા
હન રાજાએ ) વિચાર કર્યો કે-ખરેખર ! મારે હવે અન્યક્તિનો અર્થ. આ બાબતમાં શોક કે દીલગીરી કરવા જેવું રહ્યું નથી,
કારણ કે મને એમ લાગે છે કે કુમાર (રિપદારૂણ) જરૂર નરસુંદરીને પ્રાપ્ત કરશે. એક તો કઈ દેવતા આવીને મને ચોખી રીતે સ્વમમાં તે વાત કહી ગયો છે કે રિપદારૂણને નરસુંદરી અપાવીશ અને બીજું આ કાલનિવેદક દ્વારા મારા નશીબે પણ મને એ જ ઉપદેશ આપે હોય એમ જણાય છે. એના કહેવાની મતલબ એ જણાય છે કે જે પુરૂષ જે વખતે કોઈ સુંદર અથવા તો ખરાબ વસ્તુ મેળવવાને યોગ્ય થાય છે તે વસ્તુ તે પુરૂષને નશીબના યોગે જ એકાએક મળી આવે છે, માટે સમજુ માણસે વસ્તુપ્રાપ્તિ અપ્રાપ્તિને અંગે કઈ પણ પ્રકારનો હરખ કે શેક કરવો નહિ. આવા વિચારથી મારા પિતા જરા સ્વસ્થ થયા. પુણોદયને પ્રભાવ તો વિચારણામાં પણ આવી શકે તેવો નથી.
તેણે (પુણ્યોદયે) મારા પક્ષપાતી થઈને નરકેસરી વિચાર વન્યા. રાજાના મનમાં વિચાર ઉત્પન્ન કર્યો કે-અહો ! આ
નરવાહન ( રિપુદારણના પિતા) ખરેખર એક મોટા મનવાળે ઉદાર રાજા છે. હું અહીં શા કાર્ય માટે આવ્યો છું તે હકીકત તેના આખા રાજ્યમાં તે જણાયેલી છે પણ તે ઉપરાંત બીજા પણ અનેક રાજાઓના જાણવામાં આવી ગઈ છે. હવે જે નરસુંદરીને આપ્યા વગર હું પાછો મારે દેશ ચાલ્યો જઇશ તો મારા પક્ષને અને નરવાહન રાજાના પક્ષને બન્નેને ઘણું શરમભરેલું થઈ પડશે, લેકમાં અને અન્ય રાજ્યોમાં એને લઈને કઈક ખોટી વાત ચાલશે, માટે હવે તો કઈ પણ રીતે દીકરી (નરસુંદરી)નું મન મનાવીને એનો સંબંધ રિપદારૂણ કુમાર સાથે જોડીને જઉં તો જ ઠીક. આવો વિચાર કરીને નરકેસરી રાજાએ પોતાની પટ્ટરાણું વસુંધરા સમક્ષ નરસુંદરીને અંગે પોતાને જે વિચાર થયો હતો તે કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org