________________
પ્રકરણ ૩] નરસુંદરી-લગ્ન.
૭૩૫ માતાને ભાર રૂપ જ થાય છે! કુમારનું અત્યારે જે મોટું અપમાન થયું છે તેથી મારે ઘણું જ શરમાવા જેવું થયું છે અને હવે જો નરકેસરી રાજ ચાલી ચલાવીને અહીં સુધી પોતાની દીકરી કુમારને આપવા આવ્યો અને દીકરી આપ્યા વગર પાછો ચાલ્યો જાય તો તો. પછી કુમારની સાથે હું રહ્યો, મેં તેની દોસ્તી કરી–એ સઘળું ફેકટ જાય, તેથી મારે આ બાબતમાં બેદરકારી કરવી એ કઈ રીતે યોગ્ય નથી. જો કે આવી સુંદર સુંદરીને કુમાર રિપુદારૂણ કેઈ પણ રીતે યોગ્ય નથી તે પણ હવે નામ રાખવા ખાતર પણ ગમે તેમ કરીને તેને આવેલી કન્યા અપાવું. એમ ન કરું તે મારું પિતાનું ખોટું કહેવાય અને કુમારનો અને મારો સંબંધ વગોવાય.
અહીં આવી રીતે પ્રસંગ ચાલતો હતો તે વખતે મારા પિતાશ્રીને રાત્રિ જરા બાકી રહી ત્યારે સહજ ઉંઘ આવી. અહો ! અગ્રહીત
*સંકેતા ! તે વખતે પુણ્યોદયે અત્યંત મનોહર રૂપ પિતાને સ્વ. ધારણ કરીને મારા પિતાશ્રીને સ્વમમાં દર્શન આપ્યાં.
મારા પિતાએ સ્વપ્રમાં એક સુંદર આકારને ધારણ કરનાર શ્વેત વર્ણવાળો પુરૂષ જે આ શ્વેત પુરૂષે કહ્યું “અરે રાજન્ ! ઊંઘે છે કે જાગે છે?” પિતાશ્રીએ જવાબમાં કહ્યું “જાગું છું.” શ્વેત પુરૂષે કહ્યું “જે એમ છે તો ચિંતા છોડી દે, તારા દીકરા રિપુદારૂણને નરસુંદરી અપાવીશ! તું ગભરાઈશ નહિ.” પિતાશ્રીએ જવાબમાં કહ્યું “ઘણી કૃપા થઈ !” આ વખતે પ્રભાતકાળની નોબત વાગી એટલે મારા પિતાશ્રી
જાગૃત થયા. વખત જણુવનારે કહ્યું “પિતાનો પ્રકાલનિવેદક. તાપ ઓછો થઈ જવાથી જગતની સમક્ષ જે સૂર્ય
અગાઉ ( ગઈ કાલે સાંજે ) અસ્ત પામી ગયો હતો તે અત્યારે ઉદયને પ્રાપ્ત કરીને તેને કહે છે કે
૧ સંસારીજીવ સદાગમ આગળ પોતાનું ચરિત્ર કહે છે. - ૨ કાલનિવેદક વખત જણાવનાર એક રાજ્યપુરૂષ (ઓફીસર) હોય છે. આવા ગ્રંથોમાં એ જ્યારે બોલે છે ત્યારે તેનું બે ભાવાર્થવાળું વચન નીકળે છે. થવાનું હોય તેવાં શુકન વચન નીકળે છે એવી પ્રાચીન માન્યતા છે. ( સરખાઃ શુકનપે શબ્દ આગળાં. )
૩ આ અન્યક્તિ છે. શબ્દો સૂર્ય અને રિપુદારૂણને લાગુ પડે તેમ લોકમાં વાપર્યા છે. પ્રતાપઃ (૧) તેજ. (૨) રાજ્યકાંતિ. અસ્તઃ (૧) આથમવું. (૨) પુણ્યહીન થઈ અંધકારમાં જવું તે. ઉદયઃ (૧) ઉગવું તે. (૨) સારું નશીબ. બાકીને અર્થ સ્પષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org