________________ ચરિત્રે ] શ્રી સિદ્ધાર્ષિપ્રબન્ધ. 145 મળેલા ન હોય, દુઃખ્યા કરતા હોય, કુટી જવાથી થતી વેદનાવડે હેરાન કરનારા હોય, સ્વાદ લેવામાં વિશ્ન કરનારા હોય છે તે કાઢી નાખ્યા જ ભલા.' હે પ્રભુ! આપશ્રીએ મને મળવાને બહાને બોલાવ્યો હતો પણ ખરેખરી રીતે તો મને બોધ કરવા માટે જ બોલાવ્યો હતો; તેમજ વળી શ્રી હરિભદ્રસૂરિનો ગ્રંથ પણ (તે માટે જ ) આપે મારા હાથમાં મૂકો. ખોટાં શાસ્ત્રોના સંબંધમાં મને જે ભ્રમ થયે હતા તે આપે ભાગી નાખે. હવે આપશ્રીને વિજ્ઞપ્તિ કરું છું કે આ અધમ શિષ્યની પીઠ ઉપર આપ હાથ મૂકે. મેં મહાપાપીએ દેવ અને ગુરૂની મહા અવજ્ઞા કરેલી છે, પણ હવે મારા ઉપર આપશ્રી કૃપા કરે અને મારી ભવિષ્યમાં દુર્ગતિ છેદાઈ જાય તેવું પ્રાયશ્ચિત મને આપો.” 137-41, કરૂણાના ભંડાર અને શરણાગતના આધાર પ્રભુ (ગુરૂ) જેમની આંખોમાંથી નીકળતાં આનંદનાં આંસુથી ઉપરનો ચોળપદે (ઉપર ઓઢવાનું કપડું ) ભીંજાઈ ગયો હતો તે બોલ્યા-“ભાઈ ! તું ખેદ કર મા ! ખોટા સાચા તર્કના અભ્યાસથી મદમાં ચઢેલા અને તેથી મુંઝાઈ ગયેલા પીધેલ દારૂડીઆની પેઠે કોણ છેતરાતા નથી? વળી તું મને આપેલું વચન ભૂલી ગયે નહિ તેથી તું ધૂતાઈ ગયો હો એમ પણ હું માનતા નથી. તારા વિના બીજે કયે અભિમાનથી ઘેરાઈ ગયેલો માણસ પિતે અગાઉ આપેલું વચન યાદ રાખે-સંભારે? તેઓને વેશ તે ધાર કર્યો છે તો તેઓના વિશ્વાસ (મેળવવા) માટે પશુ સંભવે છે. બાકી આ બાબતમાં તારા મનમાં ઘણી ભ્રાંતિ થઈ આવી હોય-ળામાં થઇ ગયું હોય એમ હું માનતો નથી. આ મેટા ગચ્છમાં સારી રીતે પ્રસિદ્ધિ પામેલા મહાન પ્રણેતાઓની વિશાળ બુદ્ધિને જણાયેલાં શાસ્ત્રોના માં સમજી શકે એવો કે તારા જેવો શિષ્ય છે? એ તો મારા મનમાં જ ખાલી ભ્રમ થયો હતો.” 14246. ઉપર પ્રમાણે કહીને ગુરૂમહારાજે તેને આનંદ કરાવ્યું, પછી ગુરૂમહારાજે તેને પ્રાયશ્ચિત્ત આપ્યું અને પોતાની પાટઉપર તેની 1 જે દાંત દ:ખ દેતા હોય, પીડા કરતા હોય, તેને તો કઢાવી નાખ્યા જ સારા. ભાવ બરાબર બેસતો આવે છે. 2 પીઠ ઉપર હાથ હમેશા ઠપકો આપવાને અંગે દેવાય છે. 3 ગુરૂમહારાજનો આ જવાબ વ્યવહારકુશળપણું, સ્થીરીકરણ અને ઉગ્ર પ્રતિભાને ખ્યાલ આપે છે. અન્ય કોઈ સાધારણ વ્યક્તિ ઠપકો આપત, આ તે બધી રીતે યોગ્ય શબ્દો વાપરી સ્થીર કહે છે. 4 પાટ ઉપર સ્થાપના એટલે ગચ્છનાયકનું-પ્રવર્તકનું પદ અથવા ગચ્છનો ભાર તેને સોંપ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org