________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪
કળાચાર્ય—“ મહારાજ! એ કુમારને અંતરંગ રાજ્યમાં એક પુષ્પાદય નામનેા મિત્ર ; અત્યાર પહેલાં કુમારને અનેક કલ્યાણપરંપરા પ્રાપ્ત થઇ તે પુણ્યોદય મિત્રે કરેલી હતી: જેમ કે એ પુણ્યોદય મિત્રના પ્રભાવથી એ ઉત્તમ ફળમાં ઉત્પન્ન થયા, અના ઉપર માતપિતાના ઘણા જ પ્રેમ થયો અને એને અનેક પ્રકારનાં સુખસૌભાગ્ય ધનેશ્વરપણું પ્રાપ્ત થયાં અને એનું રૂપ સુંદર થયું. આવી આવી સર્વ અનુકૂળતાએ એને પુછ્યોદય મિત્રના પ્રસંગથી પ્રાપ્ત થઇ.”
૩૨
નરવાહન—“ત્યારે એના પુણ્યોદય મિત્ર હતા તે હાલ કર્યાં ચાહ્યા ગયા ? ”
કળાચાર્ય—“એ કોઇ જગાએ ગયા નથી, તે અહીં જ કુમારમાં જ ગુપ્ત રીતે (ન દેખી શકાય તેવી રીતે) રહેલા છે; પણ બન્યું છે એમ કે એણુ જ્યારથી રિપુદારૂણુનાં ખરાબ ચરિત્રો અને નિંદ્ય વર્તના જેવા માંડ્યાં ત્યારથી એને મનમાં ઘણી જ ગ્લાનિ થઇ ગઇ છે અને તેથી થોડા વખતથી ચિંતાને લીધે એ બાપડો ક્ષીણ થઇ ગયા છે, એનું શરીર દુખળું થઇ ગયું છે અને એ ઉઘાડી રીતે નરમ પડી ગયેલા દેખાય છે. એના દુખળા શરીરને લીધે જે જે આપત્તિએ કુમારપર આવી પડે છે તેનું અગાઉ પ્રમાણે સર્વે અંશે નિવારણ કરવાને હવે એ શક્તિવાન થતા નથી.”
નરવાહન—... અરેરે ! હવે આ માબતમાં કાંઇ પણ ઉપાય નથી. અહા! આ મૂર્ખ દીકરાએ તેા સર્વ લોકોની સમક્ષ મારી ભારે ફજેતી
કરાવી ! ”
લેાકેામાં અપવાદ.
આ પ્રમાણે બેલતાં જાણે ચંદ્રમાનું મુખ રાહુએ ગળી લીધું હાય નહિ તેમ મારા પિતાશ્રીનું મુખ કાળું શ્યામ થઇ ગયું. આથી કળાચાર્ય અને મારા પિતાશ્રી વચ્ચે જે ખાનગી વાતચિત ચાલતી હતી તેના પરમાર્થ લોકો મનમાં ખરાખર સમજી ગયા. એને પરિણામે મારા પિતાશ્રી અને સગાસંબંધીએ ભોંઠા પડી ગયા અને પ્રધાનવર્ગ ગ્લાનિ પામી ગયા; ગામના મરકરા લેાકેા અંદર અંદર હસવા લાગ્યા અને મારી મશ્કરી કરવા લાગ્યા; બીચારી નરસુંદરી તે આવા બનાવ જોઇને ઘણા જ ખેદ પામી ગઇ અને નરકેસર રાજાની
૧ એનું પુણ્ય એલું થઇ ગયું છે, જમે મુંડી ધણી ખરચાઇ ગઇ છે-એવે ભાવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org