________________
પ્રકરણ ૩]
નરસુંદરી-લગ્ન.
૭૩૧
ફળા કુમારને શીખવી છે અને એ ફળામાં કુમાર ઘણા કુશળ થઈ ગયા છે. બાકી બીજી કળાઓના તા ગંધ માત્ર પણ તે જાણતા નથી.” નરવાહન—“એમ શામાટે અને કેવી રીતે થયું ? ”
કળાચાર્ય— અમારા મનમાં એ ભય રહ્યા કરતા હતા કે આપની પાસે સાચેસાચી વાત કરવાથી આપશ્રીના મનમાં ઘણા સંતાપ થશે તેથી અત્યાર સુધી અમે આપની પાસે એ સંબંધમાં કાંઇ પણ વાત ઉચ્ચારી નથી. કુમારનું ચરિત્ર-વર્તન લોકના સામાન્ય નિયમાથી પણ એટલું બધું વિપરીત છે કે અત્યારે પણ આપની સમક્ષ
સંબંધી વાત કરતાં મારી જીભ ઉપડતી નથી.”
નરવાહન—“ જેવી હકીકત બની હોય તેવી કહી સંભળાવવામાં તમારો કોઇ પણ પ્રકારના વાંક ગુન્હા થવાના નથી માટે આર્ય ! કોઇ પણ પ્રકારની શંકા રાખ્યા વગર તમારા મનમાં જે હકીકત મને કહેવા જેવી હેાય તે સ્પષ્ટ રીતે કહેા.”
એટલા ઉપરથી કુમારે જાદે દે પ્રસંગે પેાતાના હુકમનું કેવું અપમાન કર્યું, પેાતાના આસનપર કેટલીવાર બેઠો, છેવટે પેાતાના કેવા શબ્દોમાં તિરસ્કાર કરીને ચાલી નીકળ્યા–વિગેરે મારા વર્તનની સર્વ આમત મુદ્દાસર સંક્ષેપમાં મારા પિતા પાસે તેમણે કહી સંભળાવી. એ સર્વ હકીકત સાંભળી મારા પિતાએ કહ્યું “ આર્ય! આપ પેતે મારા કુમારનું આવા પ્રકારનું ચરિત્ર અને અજ્ઞાનપણું જાણતા હતા છતાં એવા કુલપંપણ કરાને આ રાજસભામાં પરીક્ષા આપવા સારૂ શામાટે લઇ આવ્યા ? અરે એ પાપીએ તે અમને અત્યાર સુધી ખરેખરા છેતર્યાં !”
કળાચાર્ય—“ સાહેબ! હું એને અહીં લઇ આવ્યા નથી. મારા કળાજીવનમાંથી તા એ બાર વરસથી નીકળી ગયા છે, ત્યાર પછી ત્યાં એ આબ્યા જ નથી. આજે સવારે એકદમ આપશ્રી તરફથી મને ખેલાવવાનું કહેણ આવતાં હું આપની સમક્ષ હાજર થયા છું. કુમાર કાંઇ મારી સાથે આવ્યા નથી, તે તેા કાઇ બીજા સ્થાનેથી અહીં આવ્યા છે.”
નરવાહન—“ આર્ય ! આ કુપાત્રચૂડામણિ રિપુદારૂણમાં કાઈ પણ પ્રકારના ગુણાની યોગ્યતા ન હેાવાને લીધે તમે તેને તજી દીધે ત્યારે એના જન્મથી માંડીને અત્યાર સુધી અને કલ્યાણપરંપરા પ્રાપ્ત થઇ તેનું કારણ શું? અને અત્યારે જ બરાબર અણીને વખતે લોકોમાં એનું અપમાન થવાના પ્રસંગ આવ્યો તેના હેતુ શો ? ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org