________________
૭૩૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ પરનાં કુંવાડાં ઊભાં થઈ ગયાં, દેવી સરસ્વતી તે મારાથી દૂર જ નાસી ગયા અને આંખો ચકળવકળ થવા લાગી.
કળાચાર્યના વિચારણીય ખુલાસા. આવો બનાવ જોઈને મારા પિતાજી તે ઘણું જ દલગીર થઈ ગયા અને કળાચાર્ય મહામતિ સામું જોઈ રહ્યા. મહામતિએ પણ મારા પિતાશ્રીને પૂછયું “કેમ મહારાજ ! શું હુકમ છે?” એટલે મારા પિતાશ્રીએ મહામતિને પૂછયું “અરે કળાચાર્યે ! આ કુમારના શરીરે શું થઈ ગયું?” તે કેમ કાંઈ બેલતો નથી? કળાચાર્ય મારા પિતાશ્રીની નજીક આવ્યા અને તેઓ બન્ને વચ્ચે કેઈ ન સાંભળે તેવી રીતે નીચે પ્રમાણે વાતચીત મારા સંબંધમાં થઈ.
કળાચાર્ય—“મહારાજ ! એ તે કુમારના મનમાં ઘણે ગભરાટ થઈ ગયે છે તેને આ વિકાર છે, બીજું કાંઈ નથી.”
નરવાહન–“અત્યારે આવે અને વખતે કુમારના મનમાં આટલે બધે ક્ષેભ થઈ જવાનું કાંઈ કારણ?”
કળાચાર્ય–“એનું કારણ એ જ કે હાલ જે બાબતમાં વાતચીત ચાલે છે તેમાં કુમારનું તદ્દન અજ્ઞાન છે. અરસ્પરસ સ્પર્ધા સાથે જ્યારે વિદ્વાને પોતાની વાણીના આયુધો છોડી મૂકી સભામાં વાદવિનેદ કરતા હોય છે તે વખતે જેને જ્ઞાનને ટેક હેત નથી તેવાઓને જરૂર મેટે ક્ષોભ જ થઇ આવે છે.”
નરવાહન–પણુ આર્ય! આ કુમારમાં અજ્ઞાનનો સવાલ જ ક્યાં છે? કુમારે તો સર્વ કળાઓમાં ઘણી જ હશિયારી મેળવીને પ્રધાનપદ પ્રાપ્ત કર્યું છે.”
તે વખતે મારી અત્યંત ખરાબ વર્તણુક યાદ આવવાથી કળાચાર્યને જરા ક્રોધ આવી ગયું તેથી સહજ માટે સ્વરે તે બોલી ઉઠ્યા
મહારાજ ! કુમારે તો શૈલરાજ (અભિમાન) અને મૃષાવાદની રચેલી કળામાં હથિયારી મેળવી પ્રધાનપદ પ્રાપ્ત કર્યું છે, બીજી કોઈ કળામાં તેણે પ્રવીણતા મેળવી નથી.”
નરવાહન-“એ વળી તમે કહી તે બે કળાઓ કઈ?”
કળાચાર્યે-“એક તે દુનિય" કરો અને બીજું જુઠું બોલવું. એને શેલરાજ અને મૃષાવાદ નામના બે મિત્રો થયા છે તેમણે એ
૧ અવિનય, અપમાન, આ૫વડાઇ વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org