________________
પ્રકરણ ૩]
નરસુંદરી-લગ્ન.
૭૨૯
શૈલરાજની અસરમાંજ મેં મારા મનમાં વિચાર કર્યાં કે અરે મારા સિવાય આ નવયુવતીને પરણવાને બીજો કેાણ યોગ્ય હાઇ શકે? મકરધ્વજ (કામદેવ)ને છેડીને 'રિત ખીજા કોઇની પાસે જતી નથી અને બીજાને કદિ પરણતી નથી, પરણવાના વિચાર પણ કરતી નથી.
નસુંદરીએ આવીને મારા પિતાને અને પોતાના પિતાને યોગ્ય વિનય પૂર્વક નમસ્કાર કર્યો. પછી નરકેસર રાજાએ પોતાની પુત્રીને ઉદ્દેશીને કહ્યું “પુત્રી! અહીં એસ, લાજ ોડી દે અને તારી જે જે ઈચ્છાઓ છે તે તે સર્વ પૂરી કર. કળાકૌશલ્યની મમતમાં તને જે ગમે તે મમતના સવાલ કુમાર રિપુદારૂણને કર.” નરસુંદરીએ તે વખતે હર્ષમાં આવીને કહ્યું “ જેવી પિતાજીની આજ્ઞા. ફળાસંબંધી હકીકત વડીલજા સમક્ષ હું જણાવું તે મને ઠીક લાગતું નથી, તેથી કુમાર રિપુદારૂણ જ સર્વ કળાઓના સંબંધમાં બેલે. દરેક કળાના સંબંધમાં તેઓ ત્યારે વિવેચન કરતા જશે ત્યારે તે કળાને અંગે જે ખાસ મુદ્દાના સવાલ હશે તે હું તેમને પૂછતી જઇશ, તેના કુમારશ્રીએ જવાબ આપવા અને તે વાત પૂર્ણ કરવી.” આવી દરખાસ્ત સાંભળીને નરવાહન રાજા, નરકેસરિ રાજા અને મન્ને બાજુના રાજ્યદ્વારી પુરૂષા તથા પ્રજાજનેાને ઘણા આનંદ થયો. મારા પિતા (નરવાહન રાજા) એ ત્યાર પછી મને કહ્યું “રાજકુમારી નરસુંદરીએ યોગ્ય વાત કરી છે; માટે હવે તું સર્વ કળાનું વિવેચન કરી કુંવરીના મનોરથ પૂરા કર, મને પણ આનંદ થાય તેવું કર; આપણા કુળની કીર્તિને વધારે નિર્મળ કર અને વિજયપતાકા ધારણ કર, તારામાં આટલું બધું જ્ઞાન છે તેની અત્યારે બરાબર કોટી થવાની છે.”
નરસુંદરીના
યોગ્ય વિવેક.
Jain Education International
મારી તે
ફજેતા.
તે વખતે એવી દશા થઇ ગઇ કે હું તેા કળાનાં નામે પણ ભૂલી ગયા તેથી મારા અંતઃકરણમાં તે ગાર્ટ ગોટા વળવા લાગ્યા, મારૂં શરીર ધ્રુજવા લાગ્યું, અંગપર પરસેવાની ઝરીએ આવવા લાગી, આખા શરીર
૧ રતિ કામદેવની સ્ત્રી થાય છે.
૨ અહીં નરસુંદરીના મુખમાં રિપુદારૂણ માટે આર્યપુત્ર શબ્દ ગ્રંથકત્તએ મૂકયા છે. આ શબ્દ પતિ માટે જ વપરાય છે, તેથી હજી સંબંધ જોડવાને નિર્ણય પણ થયા નથી તે વખતે આર્યપુત્ર શબ્દ વાપરવા યેાગ્ય એટલા પૂરતા જ ગણાય કે નરસુંદરી પણ મનમાં રિપુદારૂણને પરણવાના નિશ્ચય કરી બેઠેલી હતી. હકીકત એવી જણાતી નથી. આર્ય એટલે અહીં સસરા સમજવા.
For Private & Personal Use Only
www.jainelibrary.org