________________
૦૨૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪
ળાવ્યું. એ હકીકત સાંભળીને મને તે મારા મનમાં ઘણા જ આનંદ થયા. ઉપાધ્યાયને પેાતાના હૃદયમા જરા હાસ્ય થયું, તે સમજી ગયા કે અહીં હવે જરૂર રિપુદારૂના ફજેતા થવાના છે, પરંતુ મ્હોઢેથી કાંઇ પણ બાલ્યા ચાલ્યા વગર ચૂપ રહ્યા.
અમે સર્વ આવીને બેઠા પછી નરકેસર રાજા આવી પહોંચ્યા. યોગ્ય સન્માનપૂર્વક તેને બેસવા માટે મહા મૂલ્યવાન સિંહાસન નરવાહન રાજાએ આપ્યું. તેના આખા પરિવાર ત્યાર પછી યોગ્ય જગાએ ગોઠવાઇ ગયા. ત્યાર પછી પાતાના લાવણ્ય અમૃતના પ્રવાહથી મનુષ્યના હૃદયસરોવરને પૂરતી, કાળી એળેલી અને સ્નિગ્ધ ગુચ્છાદાર વેણીથી સુંદર મારની’ કળાના પણ તિરસ્કાર કરતી, મુખરૂપ ચંદ્રથી ચારે દિશાઓને પ્રકાશમાન કરતી, લીલાપૂર્વક નાખેલા વિલાસના કટાક્ષેાથી કામીજનાનાં ચિત્તને ભમાવતી, પેાતાના સ્તનની શેાભાથી હાથીના કુંભસ્થાના વિભ્રમને ઉત્પન્ન કરતી, વિસ્તારવાળા જઘનપ્રદેશથી કામદેવ રૂપ હાથીને મદોન્મત્ત કરી અંધનેા તેડાવતી, અન્ને પગાવડે ચાલતાં બે રાતા કમળના જોડલાની લીલાને વિડંબણા પમાડતી, કામદેવના આલાપાને બેલતી વખત સુંદર કોયલના મધુર ટહુકાને પણ હસી કાઢતી, સુંદર વેશ, આભૂષણ, માળા, તાંબુલ કસ્તુરીની યોગ્ય ઘટનાથી મોટા મુનિઓને પણ 'હળ ઉપજાવતી, પેાતાની અનેક દાસીઓના પરિવારથી પરવરેલી માતા વસુંધરાને સાથે રાખીને નરસુંદરી સ્વયંવર મંડપમાં દાખલ થઇ.
અદ્ભુત રૂપ કાંતિ લાવણ્ય અને તેજથી ભરપૂર નરસુંદરીને જોતાં જ મને મારા મનમાં ઘણા આનંદ થયો. મારાં મિત્ર અષ્ટાવક્ર શૈલરાજે પણ તે વખતે મને સારી રીતે ઉત્સાહ આપ્યા અને વળી મારા હૃદય ઉપર સ્તચિત્ત લેપ સારી રીતે મેં લગાન્યેા. ત્યાર પછી ૧ સરોવર જેમ જળથી ભરાય છે તેમ મનુષ્યનાં હય રૂપ સરાવરા નરસુંદરીના લાવણ્યઅમૃત-હાવભાવથી ભરાઇ જાય છે.
સૌંદર્યશાળી નરસું દરી.
નરસુંદરી
પર ગામેાહ.
૨ મારી કળા પૂરે ત્યારે તેની અદ્ભુત શે।ભા થાય છે. આના ચોટલાની શેાભા મારની કળાને પણ તિરસ્કાર કરે તેવી હતી, તેથી પણ વધારે હતી.
૩ આ ઉપમાનના બે અર્થ બેસે છે. (૧) હાથી કાંઠેા જોઇને જેમ ગાંડા થાય છે તેમ વિસ્તીર્ણે ચાનીના ભાગ રૂપ કાંડાવડે તે મન(કામદેવ)ને ઉદ્ધૃત બનાવે છે. (૨) કામદેવ રૂપ હાથીની સાંકળેા તે તેાડી નાંખે છે. મદવાળા હાથીની સાંકળ તેાડવા પછી શું પિરણામ થાય તે કલ્પી શકાય તેવું છે. મતલબ એને જધનપ્રદેશ યુવાનને અત્યંત આકર્ષક અને ઉર્દૂત બનાવનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org